સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને હટાવ્યું પાકિસ્તાનનું નામ અને PCBનો લોગો

23 February, 2019 08:02 PM IST  | 

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને હટાવ્યું પાકિસ્તાનનું નામ અને PCBનો લોગો

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના બોર્ડ પરથી પાક.નું નામ ગાયબ (તસવીર સૌજન્યઃબિપીન ટંકારિયા)

પુલવામા હુમલાનો વિરોધ દર્શાવતા હવે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને પણ પાકિસ્તાનનું નામ અને લોગો હટાવી દીધા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને પાકિસ્તાનના વિરોધમાં બોર્ડ પરથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો લોગો અને દેશનું નામ હટાવી દીધું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના આ બોર્ડ પર ભારત, ઔસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ બાદ પાકિસ્તાનનું નામ હતું. જો કે હવે તે નામ હટાવી દેવાયું છે.

આ પહેલા દેશના જુદા જુદા ક્રિકેટ એસોસિયેશનો પણ ઈમરાન ખાનનો ફોટો હટાવી ચૂક્યા છે. ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાએ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાનની તસવીર ઢાંકી દીધી હતી. તો કર્ણાટક, પંજાબ અને રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશન પણ પાકિસ્તાની ક્રિકેટર્સની તસવીરો હટાવી ચૂક્યા છે.

હાલ ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લઈને પણ માહોલ તંગ છે. પાકિસ્તાન સામે વર્લ્ડકપમાં મેચનો બહિષ્કાર કરવાની પણ માગ ઉઠી રહી છે. જો કે આમ કરવું કે નહીં તેના પર દેશમાં બે ભાગ પડી ગયા છે.

આ પણ વાંચોઃ ઇમરાનના ફોટોને હટાવવાની કાર્યવાહીને પાક. ક્રિકેટ ર્બોડે ગણાવી અફસોસજનક

ઉલ્લેખનીય છે કે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં CRPFના 44 જવાનો શહીદ થયા હતા. જે બાદ દેશભરમાં પાકિસ્તાનનો વિરોધ થઈ રહ્યો છે. લોકો જુદી જુદી રીતે પાકિસ્તાનનો વિરોધ દર્શાવી રહ્યા છે. પાકિસ્તાનના વિરોધમાં જ જુદા જુદા ક્રિકેટ એસોસિયેશને તેમના ખેલાડીઓની તસવીરો હટાવી હતી.

gujarat rajkot cricket news