RTE હેઠળ પ્રથમ તબક્કામાં 85 હજાર બાળકોને મળ્યો પ્રવેશ

16 May, 2019 05:57 PM IST  |  અમદાવાદ

RTE હેઠળ પ્રથમ તબક્કામાં 85 હજાર બાળકોને મળ્યો પ્રવેશ

રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે RTE હેઠળ ગરીબ બાળકોને શાળામાં પ્રવેશ આપવાની પ્રક્રિયાનો પહેલો તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે. આ પહેલા તબક્કામાં કુલ રાજ્યભરમાં 85 હજાર બાળકોને પ્રવેશ ફાળવાયો છે. જે અંતર્ગત અમદાવાદ શહેરમાં 10 હજારથી વધુ બાળકોને પ્રવેશ મળ્યો છે. તો અમદાવાદ ગ્રામ્યમાં 7 હજારથી વધુ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.હવે આ નિયમ અંતર્ગત બીજા રાઉન્ડમાં 30 હજાર બેઠકો કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે RTE હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવા માટેનો પ્રહેલો તબક્કો પૂર્ણ થયો છે. ત્યારે રાજ્યભરમાંથી 85,000 કરતા પણ વધુ બાળકોના પ્રવેશ કન્ફર્મ કરાયા છે. પ્રથમ રાઉન્ડમાં રાજ્યભરમાંથી 99,000થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ વાલીઓએ ખોટી કેટેગરી સિલેક્ટ કરી હોવાથી, ગત વર્ષ અને આ વર્ષે પણ ફોર્મ ભર્યા હોવાથી અને જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા ના કરાવી શક્યા હોય તેવા આશરે 14,000 જેટલા બાળકોના પ્રવેશ રદ કરાયા છે. છેલ્લા આંકડા પ્રમાણે RTE હેઠળ 85 હજાર બાળકોને પ્રવેશ મળ્યો છે.

આ પણ વાંચોઃ TATનું પરિણામ જાહેર, ગુજરાતી માધ્યમમાં 62.32 ટકા પરિણામ

ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં આશરે RTE અંતર્ગત કુલ 1 લાખ 18 હજાર જેટલી બેઠકો છે. ત્યારે હવે બીજા તબક્કામાં આશરે 30,000 જેટલી બેઠકો પર બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરાશે.

ahmedabad gujarat gandhinagar