પ્રી-મોનસૂન એક્ટિવિટીના કારણે રાજ્યમાં મળશે ગરમીથી રાહત

08 May, 2019 05:56 PM IST  | 

પ્રી-મોનસૂન એક્ટિવિટીના કારણે રાજ્યમાં મળશે ગરમીથી રાહત

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી ફરી એક વખત આરામ મળી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં પ્રી-મોનસૂન એક્ટિવિટી શરુ થઈ છે જેના કારણે રાજ્યમાં ગરમી ઓછી થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 10-12 મે દરમિયાન થન્ડર સ્ટોર્મ આવી શકે છે જેના કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં વીજળીના ચમકારાઓ સાથે પવન ફૂંકાવાની સંભાવના છે. થન્ડર સ્ટોર્મના કારણે રાજ્યમાં બનાસકાંઠા, રાજકોટ, પાટણ, અમરેલી, કચ્છ જેવા શહેરોમાં વધારે અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પાકિસ્તાન તરફથી પવન ફૂંકાવાના કારણે રાજ્યના લોકોને ગરમીથી રાહત મળી શકે છે. થન્ડર સ્ટોર્મના કારણે રાજ્યમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે.

આ પણ વાંચો: મુંબઈઃ વધતા જતા તાપમાન વચ્ચે વધ્યા શાકભાજીના ભાવ

gujarat