માર્કેટિંગ યાર્ડમાં ૨૦કિલો ડુંગળીનો રેકૉર્ડ બ્રેક ભાવ ૨૨૦૦રૂપિયા બોલાયા

19 December, 2019 10:33 AM IST  |  Mumbai Desk

માર્કેટિંગ યાર્ડમાં ૨૦કિલો ડુંગળીનો રેકૉર્ડ બ્રેક ભાવ ૨૨૦૦રૂપિયા બોલાયા

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ૨૦ કિલો ડુંગળીનો ભાવ ઑલટાઇમ ઊંચી સપાટીએ પહોંચ્યો છે. ૨૦ કિલો ડુંગળીનો ભાવ ૨૨૦૦ રૂપિયા બોલાયો હતો. યાર્ડની સ્થાપનાથી અત્યાર સુધીનો સૌથી ઊંચો રેકૉર્ડ બ્રેક ભાવ છે. ડુંગળીના સારા ભાવ આવતાં જ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્રમાં ડુંગળીના સૌથી મોટા યાર્ડ તરીકે ગણાતા ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવક ૪૫થી ૫૦ હજાર ગૂણીની થઈ હતી. ગોંડલમાં પણ ૧૩૦૦થી ૨૦૦૦ રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો. જ્યારે કપાસની વાત કરીએ તો ૧૨૦થી ૧૩૦ વાહનો ભરીને ખેડૂતો કપાસ લાવ્યા હતા. આજે કપાસનો ભાવ ૧૦૦૦ની આસપાસ બોલાયો છે. આ ઉપરાંત મગફળીની ૨૫ હજારની ગૂણીની આવક થઈ છે. સારી મગફળીનો ભાવ ૯૩૫ રૂપિયા સુધી બોલાયો હતો.

gujarat