રવિરાજ-ખુશ્બુ અપમૃત્યુ કેસઃઆ રીતે થયા હતા બંનેના મોત

16 July, 2019 09:52 AM IST  |  રાજકોટ

રવિરાજ-ખુશ્બુ અપમૃત્યુ કેસઃઆ રીતે થયા હતા બંનેના મોત

રવિરાજ અને ખુશ્બુ

રાજકોટના બહુચર્ચિત ASI-કોન્સ્ટેબલ આપઘાત કેસમાં આખરે ખુલાસો થઈ ગયો છે. રાજકોટ પોલીસે આખોય કેસ ટૂંક જ સમયમાં ઉકેલી કાઢ્યો છે. સોમવારે ઝોન ટુ ડીસીપીએ પોલીસે કેવી રીતે કેસ ઉકેલ્યો તેનો ખુલાસો કર્યો હતો. ડીસીપી મનોહરસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે ASI ખુશ્બુ અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા આપઘાત કેસની પોલીસે બારીકાઈથી તપાસ કરી હતી. શરૂઆતથી જ પોલીસને હત્યાની આશંકા હતી, તેથી પોલીસ એ દિશામાં તપાસ કરી રહી હતી.

મનોહરસિંહ જાડેજાએ આપેલી માહિતી પ્રમાણે ઘટના બની ત્યારે મૃતક રવિરાજે તમામ વસ્ત્રો પહેરેલા હતા, જ્યારે ખુશ્બુ માત્ર ટીશર્ટ અને અંડરગાર્મેન્ટમાં હતી. પોલીસ તપાસમાં પોલીસને લાગ્યું કે રવિરાજ ક્યાંક જવાની તૈયારી કરી રહ્યો હતો. જે દરમિયાન ખુશ્બુ અને રવિરાજ વચ્ચે બોલાચાલી થઈ હોઈ શકે છે, જેમાં રોષે ભરાઈને ખુશ્બુએ પોતાની સર્વિસ રિવોલ્વરથી પહેલા રવિરાજ પર ફાયરિંગ કર્યું અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લીધો. ઘટનાની જાણ થતાપોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે રવિરાજનાં મૃતદેહનાં ખોળામાં ખુશ્બુનો મૃતદેહ મળી આવ્યો હતો.

રાજકોટ ઝોન-2ના ડીસીપીએ પ્રેસ કોન્ફરન્સમાં આપેલી માહિતી પ્રમાણે ખુશ્બુ અને રવિરાજ વચ્ચે 9 મહિનાથી પ્રેમમાં હતો. 15 દિવસ પહેલા જ તેઓ ફરવા માટે મુંબઈ ગયા હતા. બંને એકબીજાને મોબાઈલ પર પતિ-પત્ની તરીકે સંબોધતા હતા. પોલીસે આપેલી માહિતી પ્રમાણે ખુશ્બુ અને રવિરાજ રોજ મળતા અને મોડીરાત સુધી મોબાઈલ પર વાતો કરતા હતા. તેઓ રોજ એક સાથે જમતા. બંને વચ્ચે પ્રેમસંબંધ હતો પણ એકબીજા સાથે રોજ બોલાચાલી પણ થતી હતી. મુંબઈ ફરવા ગયા ત્યારે પણ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. રવિરાજ ખુશ્બુને આર્થિક મદદ પણ કરતો હતો.

તપાસ દરમિયાન સૌપ્રથમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, બાદમાં 108ને જાણ કરાઈ હતી. મૃતદેહના પોસ્ટ મોર્ટમ થયા અને કેસમાં ફોરેન્સિક એક્સપર્ટની પણ સહાય દેવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે રવિરાજને ગોળી વાગી ત્યાં એન્ટ્રી પોઇન્ટ નાનો હતો, જ્યારે ખુશ્બુને ગોળી વાગી ત્યાં એન્ટ્રી પોઇન્ટ ખુબ જ મોટો હતો. જેના પર નિષ્ણાતોની સલાહ લેવામાં આવી. નિષ્ણાતોના કહેવા પ્રમાણે જ્યારે દૂરથી ગોળી મારવામાં આવે ત્યારે એન્ટ્રી પોઇન્ટ નાનો હોય છે, અને નજીકથી મારવામાં આવે તો એન્ટ્રી પોઇન્ટ મોટો હોય છે.

આ દરમિયાન તપાસમાં એ પણ સામે આવ્યું કે કોન્સ્ટેબલ રવિરાજ અને એએસઆઈ ખુશ્બુ બંને રાઇન્ટ હેન્ડેડ છે, એવામાં રવિરાજને ડાબા પડખે ગોળી વાગી છે, જ્યારે ખુશ્બુને રાઇટ સાઇડ ગોળી વાગી છે. એટલું જ નહીં કુલ 4 વખત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પહેલી ગોળી રવિરાજને વાગી હતી, ત્યારબાદ બે મિસ ફાયર થયા અને ચોથી ગોળી ખુશ્બુને વાગી હતી.

આ પણ વાંચોઃ કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

તો તપાસ દરમિયાન થયેલા ખુલાસા પ્રમાણે આ ફ્લેટ ખુશ્બુએ ભાડે રાખ્યો હતો. જેમાં તે સમયાંતરે રવિરાજ સાથે મળવા આવતી હતી. આ ફ્લેટના બાજુના ફલેટમાં ફર્નિચરનું કામ ચાલતું હતું. પોલીસે જણાવ્યું કે આ સુથારી કામ કરતાં લોકો સાક્ષી બન્યા છે, તેઓ આ કેસમાં પ્રથમ સાક્ષી તરીકે રખાયા છે અને તેની પૂછપરછ કરવામાં આવી છે. તો આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા છે.

rajkot Crime News gujarat news