જિયોની ડીટીએચ સર્વિસ ગુજરાતમાં સૌથી પહેલાં કોણ જોશે?

28 August, 2019 07:26 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

જિયોની ડીટીએચ સર્વિસ ગુજરાતમાં સૌથી પહેલાં કોણ જોશે?

વિજય રૂપાણી

પાંચમી સપ્ટેમ્બરથી દેશભરમાં શરૂ થઈ રહેલી રિલાયન્સ જિયો ફાઇબરની ડીટીએચ સર્વિસે અત્યારથી જ માર્કેટમાં ઉત્સુકતા લઈ આવવાનું કામ કર્યું છે, પણ આ સર્વિસ તબક્કાવાર શરૂ થશે અને સમગ્ર દેશને કવર કરવામાં કદાચ હજી એકાદ વર્ષ જેટલો સમય લાગશે. જોકે એ પછી પણ એટલું નક્કી છે કે ગુજરાતમાં આ સર્વિસ સૌથી પહેલાં એ વિસ્તારમાં શરૂ થશે જે વિસ્તારમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રહે છે.

હા, જિયોની ડીટીએચ સર્વિસ ગુજરાતમાં સૌથી પહેલાં વિજય રૂપાણીના નિવાસસ્થાને શરૂ થશે જેની માટેની ઑલમોસ્ટ તમામ કામગીરી પૂરી થઈ ગઈ છે અને વિજય રૂપાણીનું ગાંધીનગરનું મુખ્ય પ્રધાનનું નિવાસસ્થાન અને રાજકોટ ખાતેનું તેમનું પર્સનલ નિવાસસ્થાન આમ આ બન્ને જગ્યાએ ડીટીએચ સર્વિસ સૌથી પહેલાં શરૂ થશે.

આ પણ વાંચો : ગુજરાતમાં આ જગ્યાએ થઈ શકે છે હવામાં ઉડી શકે તેવી કારનું નિર્માણ

રિલાયન્સે ગુજરાતને હંમેશાં પ્રાધાન્ય આપ્યું છે જેની પાછળ અનેક કારણો છે. આ અનેક કારણોને લીધે જ આજે રિલાયન્સનું મૅક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ પણ ગુજરાતમાં જ છે. ગુજરાત પ્રત્યેના આ સંબંધોના કારણે ગુજરાતના મુખ્ય પ્રધાન સાથે પણ રિલાયન્સને ઘરોબો હોય એ સ્વાભાવિક છે. આ જ કારણે મુખ્ય પ્રધાનને રિલાયન્સની સર્વિસ સૌપ્રથમ મળે એવો પ્રયાસ રિલાયન્સે હંમેશાં કર્યો છે.

rajkot Vijay Rupani Rashmin Shah