દૂધ અમારું, વાસણ તમારું...ને ભાવમાં થશે લીટરે 4-6નો ફાયદો

03 October, 2019 07:32 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

દૂધ અમારું, વાસણ તમારું...ને ભાવમાં થશે લીટરે 4-6નો ફાયદો

અમૂલ

પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા બનાવવાની ચળવળ અત્યાર સુધી રાજ્ય સ્તર પર ચાલતી હતી, પણ ગઈ કાલથી એને દેશવ્યાપી બનાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને ઓછામાં ઓછો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે એ માટે જાગૃતિ લાવવાનું કામ કેન્દ્ર સરકાર સહિત તમામ રાજ્ય સરકારે શરૂ કરી દીધું છે ત્યારે દેશની સૌથી મોટી મિલ્ક ફેડરેશન સોસાયટી એવી અમૂલે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો થાય એવા હેતુથી છૂટક દૂધનાં વેચાણ માટે વિચારવાનું શરૂ કર્યું છે, જેમાં વાસણ તમારે લઈને જવાનું રહે અને દૂધ અમૂલ આપે એ પ્રકારની ફૉર્મેટ ઉપયોગ કરવામાં આવી શકે છે.

જો આ ફૉર્મેટનો ઉપયોગ કરવામાં આવે તો પૅકેજિંગથી માંડીને ડિસ્ટ્રિબ્યુશન ચૅનલમાં પણ અમુક ખર્ચ બચતો હોવાથી કસ્ટમરને અમૂલનું દૂધ અત્યારના ભાવ કરતાં ચારથી છ રૂપિયા સસ્તું મળે એવી સંભાવના પણ દેખાઈ રહી છે. અફકોર્ષ, આ ફૉર્મેટનો અમલ કરવામાં આવે તો ભેળસેળની શક્યતા પણ એટલી જ વધે એવું હોવાથી આ રીતે દૂધ વેચાણને અમલમાં મૂકતા પહેલાં કેવી રીતે ભેળસેળ રોકવા માટેની યોજના વિચારવી પડે. એના પર સ્ટ્રેટેજી બનાવવામાં આવ્યા પછી જ દૂધ વેચાણની આ ફૉર્મેટ અમલમાં મૂકવામાં આવશે.

આ પણ જુઓ : Ahmedabad : પ્લાસ્ટિક વપરાશ બંધ કરવા યોજાયેલી રેલીમાં બાળકો અને મહિલાઓ જોડાયા

બની શકે કે શરૂઆતના તબક્કે અમુક શહેરમાં જ આ યોજનાને એક્સ્પરિમેન્ટ લેવલ પર શરૂ કરવામાં આવે અને ત્યાંનું રિઝલ્ટ જોયા પછી છૂટક વેચાણને લાર્જર લેવલ પર લઈ જવા વિશે વિચારવામાં આવે.

Rashmin Shah gujarat rajkot