ગુજરાત મૉનસૂન: ત્રણ દાયકા પછી બનશે પહેલી વાર એવું કે વરસાદ દિવાળી જોશે

20 October, 2019 07:29 AM IST  |  રાજકોટ

ગુજરાત મૉનસૂન: ત્રણ દાયકા પછી બનશે પહેલી વાર એવું કે વરસાદ દિવાળી જોશે

ગુજરાતમાં વરસાદ

આ વર્ષે ગુજરાતમાં શરૂ થયેલું ચોમાસું કેવા મુહૂર્તમાં બેઠું છે એની કલ્પના કરવી અઘરી પડે છે. સામાન્ય રીતે દિવાળીના ૧૫ દિવસ પહેલાં વિદાય લઈ લેનારા ચોમાસા માટે ગઈ કાલે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આવતા ૭૨ કલાક ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડે એવી સંભાવના છે. વાતાવરણમાં બનેલી સિસ્ટમને કારણે ૭૨ કલાક પછી પણ વરસાદની સંભાવના જવાની નથી, દિવાળી સુધી એટલે કે એક વીક સુધી ગુજરાત પર વરસાદની સંભાવના રહેશે અને વરસાદ દિવાળી જોઈને જશે. છેલ્લા ત્રણ દસકામાં પહેલી વાર એવું બનશે કે દિવાળીના દિવસે પણ વરસાદની આગાહી હોય.

લંબાયેલા વરસાદને કારણે ગુજરાતમાં મગફળી અને ઘઉંના પાકને નુકસાન થશે. મગફળીની લણણી શરૂ થઈ ગઈ છે, પણ મોટા ભાગનો પાક હજી યાર્ડ સુધી પહોંચ્યો નથી, ખેતરોમાં પડ્યો છે એવા સમયે આવેલા વરસાદને લીધે મગફળીના પાકને નુકસાન થવા ઉપરાંત એવી પણ ધારણા મૂકવામાં આવે છે કે ઘઉંના પાકનું પણ ધોવાણ થઈ શકે છે.

gujarat Gujarat Rains rajkot