રાજકોટ: ગુમ થયેલા કર્મચારી પર હુમલો કરવા બદલ ડોક્ટરની ધરપકડ

07 January, 2019 11:15 AM IST  |  | રશ્મિન શાહ

રાજકોટ: ગુમ થયેલા કર્મચારી પર હુમલો કરવા બદલ ડોક્ટરની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

રાજકોટની લાઇફ કૅર હૉસ્પિટલમાંથી ગુમ થયેલા કર્મચારી મયૂર મોરી છેલ્લા એકવીસ દિવસથી ગુમ હોવાના કેસમાં ચાલી રહેલી તપાસમાં ગઈ કાલે એવી મોટી વિસ્ફોટક માહિતીઓ મળી હતી જેને લીધે માત્ર રાજકોટ કે ગુજરાત જ નહીં, દેશભરનું મેડિકલ ફીલ્ડ ધ્રૂજી ગયું હતું. મયૂર મોરી ગુમ થયાના કેસમાં ગઈ કાલે રાજકોટ પોલીસે લાઇફ કૅર હૉસ્પિટલના જ ડૉક્ટર શ્યામ રાજાણીની અટકાયત કરી હતી. મયૂર મોરી છેલ્લે શ્યામ રાજાણી સાથે કારમાં બેઠો હોય અને શ્યામ તેને મારતો હોય એવો વિડિયો વાઇરલ થતાં પોલીસે આ સ્ટેપ લીધું હતું. શ્યામની અટકાયત પછી તેની એક્સ-વાઇફ કાશ્મીરા ગાંધી પણ સામે આવી હતી. કાશ્મીરા ગાંધીએ તેના હસબન્ડ પર આક્ષેપ મૂકતાં કહ્યું હતું કે શ્યામે ઍલોપથીમાં ડિગ્રી લીધી નથી અને તેણે હોમિયોપથીમાં પણ બે જ વર્ષનું એજ્યુકેશન લઈને પછી ભણવાનું છોડી દીધું હતું.

કાશ્મીરા ગાંધીએ સૌથી મોટો વિસ્ફોટ એ કર્યો હતો કે તેના હસબન્ડને બૅન્ગકૉકની સેક્સવર્કર સાથે ખૂબ સારા સંબંધો હતા. તે બૅન્ગકૉકથી થાઇ છોકરીઓને બોલાવતો અને સૌરાષ્ટ્રના ડૉક્ટરો પાસે એ છોકરીઓને મોકલવામાં આવતી. કાશ્મીરા ગાંધીએ કહ્યું હતું કે આ એક પ્રકારનો બિઝનેસ છે જે તે ફાર્મા કંપનીઓ પાસેથી શીખ્યો છે. ફાર્મા કંપનીની ગિફ્ટમાં હવે કોઈ ડૉક્ટરને રસ નથી પડતો એટલે કેટલીક ફાર્મા કંપનીઓ ડૉક્ટરને ફૉરેનની ટૂર ઑફર કરવાની સાથે ફૉરેનર સાથે નાઇટ ગિફ્ટમાં આપે છે. કાશ્મીરા ગાંધીના કહેવા મુજબ આવું મોટા ભાગનાં શહેરોમાં થઈ રહ્યું છે, જેની શરૂઆત દિલ્હીથી થઈ અને હવે એ નાના શહેરમાં પહોંચી છે.

કલરફુલ ડૉક્ટર : ડૉક્ટર શ્યામ રાજાણી અને થાઇલૅન્ડની યુવતી. કાશ્મીરા ગાંધીનું કહેવું છે કે આ ફોટોગ્રાફ્સ રાજકોટની હોટેલમાં લેવામાં આવ્યા છે.

કાશ્મીરા ગાંધીએ રાજકોટ પોલીસને કહ્યું હતું કે લાઇફ કૅર હૉસ્પિટલમાં કામ કરતા મયૂરને આ બધી ખબર પડી ગઈ હોય એટલે શ્યામ રાજાણીએ તેની સાથે ખોટું પગલું ભર્યું હોઈ શકે છે.

કાશ્મીરા ગાંધી અને શ્યામ રાજાણીનાં ૨૦૧૨માં મૅરેજ થયાં હતાં. કાશ્મીરા ગાંધીના કહેવા મુજબ શ્યામની આવી હરકતોને કારણે જ તેણે ડિવૉર્સ લઈ લીધા હતા. ડૉ. શ્યામ રાજાણીની એક્સ-વાઇફે જ ગઈ કાલે ડૉક્ટરના થાઇ ગર્લ સાથેના રંગીન મિજાજના ફોટોગ્રાફ આપ્યા હતા.

આ પણ વાંચો : LRD પરીક્ષાઃ દાહોદમાં પરીક્ષાર્થીને પેપર અધુરું મળ્યું, એક પરીક્ષાર્થીનું અકસ્માતમાં મોત

ગુજરાતના મેડિકલ ફીલ્ડમાં સન્નાટો

ગઈ કાલે રવિવારની રજા હોવાથી મેડિકલ ફીલ્ડમાં આમ તો સુસ્તીનું વાતાવરણ હતું, પણ બપોર સુધીમાં ડૉક્ટર શ્યામ રાજાણીની વાઇફે સ્ટેટમેન્ટ આપતાં જ ગુજરાતભરના ડૉક્ટરોની સુસ્તી ઊડી ગઈ હતી અને આખા મેડિકલ ફીલ્ડમાં સન્નાટો પ્રસરી ગયો હતો. તબીબ ક્ષેત્ર આદરણીય ક્ષેત્ર છે ત્યારે આ ફીલ્ડમાં મારામારી કરવાથી માંડીને લોહીના વેપાર જેવી અને ફૉરેનર્સ છોકરીઓની વાતો આવે એટલે સ્વાભાવિક રીતે એની ગંભીર અસર ઊભી થાય એ સમજી શકાય છે.

rajkot gujarat Crime News