પુલવામાના શહીદોના પરિવારને 2BHK ઘર આપવાની CREDAIની જાહેરાત

18 February, 2019 03:57 PM IST  | 

પુલવામાના શહીદોના પરિવારને 2BHK ઘર આપવાની CREDAIની જાહેરાત

ક્રેડાઈના પ્રેસિડેન્ટ જક્ષય શાહ

પુલવામાના શહીદ જવાનોના પરિવારને દેશભરમાંથી મદદની જાહેરાતો થઈ રહી છે. લોકો પોતપોતાની ક્ષમતા પ્રમાણે શહીદોના પરિવારને મદદ કરી રહ્યા છે. ક્યાંકથી કરોડોની તો ક્યાંથી તેમના બાળકોનો અભ્યાસ ખર્ચ ઉપાડવાની જાહેરાતો થઈ રહી છે. ત્યારે હવે શહીદ જવાનોના પરિવારને છત આપવાની જાહેરાત થઈ છે.

Confederation of Real Estate Developers’ Associations of India એટલે કે ક્રેડાઈએ શહીદ જવાનોના પરિવારનોને ઘર આપવાની જાહેરાત કરી છે. ક્રેડાઈના અધ્યક્ષ જક્ષય શાહે ટ્વિટ કરીને આ જાહેરાત કરી છે. જક્ષય શાહે ટ્વિટમાં લખ્યું છે, 'આપણા બહાદુર જવાનો જેમણે આપણી સુરક્ષા માટે પોતાના જીવ ખોયાં છે, તેમના પરિવારજનોને ક્રેડાઇ 2 BHK (2 બેડરૂમ હોલ કિચનના ફ્લેટ્સ)નું દાન આપશે.'

અહીં જુઓ ટ્વિટ

 


પુલવામા હુમલા બાદ દેશમાં શોક અને આક્રોશનો માહોલ છે. એક તરફ દેશમાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, બીજી તરફ શાંતિની અપીલ પણ થઈ રહી છે. ત્યારે ગુજરાતી બિલ્ડર જક્ષય શાહ જે ક્રેડાઈના ઓલ ઈન્ડિયા પ્રમુખ છે, તેમની જાહેરાત નોંધપાત્ર છે. શહીદોના પરિવારને મદદ માટે ક્રેડાઈએ મહત્વનું પગલું ભર્યું છે.

આ પણ વાંચોઃ કલમ 370 હટાવવાની માંગ સાથે તંઝીમ મેરાણી શાહીબાગ ખાતે કરી રહી છે ઉપવાસ

પુલવામા હુમલામાં CRPFના 44 જવાનો શહીદ થયા હતા. જે બાદ સૈન્યએ કરેલી કાર્યવાહીમાં હુમલાનો માસ્ટરમાઈન્ડ પર ઠાર કરાયો છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં જ આર્મીએ કરેલા ઓપરેશનમાં પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ કામરાન અને ગાઝી રશીદને ઠાર મારવામાં આવ્યા છે. આ ઉપરાંત એક મેજર સહિત 4 જવાનો શહીદ થયા છે.

 

pulwama district terror attack