ચિરાગ પટેલના મૃતદેહ પર પેટ્રોલ-ડીઝલના પાર્ટિકલ્સ મળ્યા

12 May, 2019 08:41 AM IST  |  અમદાવાદ | (જી.એન.એસ.)

ચિરાગ પટેલના મૃતદેહ પર પેટ્રોલ-ડીઝલના પાર્ટિકલ્સ મળ્યા

ચિરાગ પટેલ

પત્રકાર ચિરાગ પટેલના રહસ્યમય મોતને મામલે પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં નવો ખુલાસો થયો છે. ચિરાગ પટેલના શરીર પર પેટ્રોલ, ડીઝલ અથવા તો કેરોસિનનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. તેની સાથે-સાથે તેની બૉડી પર કાર્બન પાર્ટિકલના અવશેષ મળી આવતાં એજન્સીઓએ એ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે તેમજ કાર્બન પાર્ટિકલના વધુ સાયન્ટિફિક પુરાવા પણ એકત્ર કરાશે.

અમદાવાદના નિકોલમાં રહેતા અને ખાનગી ન્યુઝ-ચૅનલમાં કૉપી ઍડિટર તરીકે કામ કરતા ચિરાગ પટેલના મોત મામલે પોલીસને હજી કોઈ નક્કર કડી મળી નથી. આ કેસમાં નિકોલ પોલીસ અને ડીસીપી કક્ષાના અધિકારીએ પહેલેથી જ ચિરાગ પટેલે આત્મહત્યા કરી હોવાની થિયરી પર તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો : સ્ટૅચ્યુ ઑફ યુનિટીની પ્રવેશ-ટિકિટ સાથે ચેડાં : વધુ ભાવ વસૂલાયાની ફરિયાદ

ઘટનાસ્થળેથી પોલીસને ચિરાગે જ્વલનશીલ પદાર્થ છાંટીને આત્મહત્યા કરી હોય એવા કોઈ પુરાવા મળ્યા ન હોવા છતાં પણ માત્ર આત્મહત્યાની દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસને કઠવાડા ટોલટૅક્સના સીસીટીવી કૅમેરાના ફુટેજ અને ચિલોડાનું લાસ્ટ લોકેશન મળ્યું હતું જે અનેક સવાલો ઊભા કરે છે.

ahmedabad