અસ્વચ્છ ટૉઇલેટના કારણે વિદ્યાર્થિનીઓના ડ્રૉપઆઉટ રેશિયોમાં વધારો થયો

08 April, 2019 12:17 PM IST  |  | પલ્લવી સ્માર્ત

અસ્વચ્છ ટૉઇલેટના કારણે વિદ્યાર્થિનીઓના ડ્રૉપઆઉટ રેશિયોમાં વધારો થયો

સરકારી સ્કૂલોની વિદ્યાર્થિનીઓ

સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓના વધી રહેલા ડ્રૉપઆઉટ રેશિયોના કારણે રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગે સરકારી અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. તમામ સરકારી સ્કૂલોમાં બાળકીઓ માટે અલગથી ટૉઇલેટ અને એની અંદર તમામ પાયાની સુવિધાઓ પૂરી પાડવા આદેશ આપવામાં આવ્યો છે. પાયાની સુવિધાઓમાં બાળકીઓ માટે અલગથી ટૉઇલેટ, બકેટ, સાબુ, અરીસા, બૅગ લટકાવવા માટે હૂક વગેરે આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનાં પ્રિન્સિપલ સેક્રેટરી વંદના ક્રિષ્નાએ પાંચ એપ્રિલે શાળા પ્રશાસનને આ બાબતે એક પત્ર લખ્યો હતો. પત્રમાં વંદના ક્રિષ્નાએ લખ્યું હતું કે કુલ ૬૬,૭૫૦ સ્કૂલો પૈકી ૬૫,૧૦૩ સ્કૂલાએ બાળકીઓ માટે અલગથી ટૉઇલેટની સુવિધા ઊભી કરી છે, પણ ટૉઇલેટમાં સ્વચ્છતાના અભાવે એ બિનઉપયોગી બન્યાં છે અને આ કારણોસર જ સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓના ડ્રૉપઆઉટ રેશિયોમાં વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો : લૅપટૉપ શોધવા માટેની જદ્દોજહદ મુંબઈથી તેલંગણા સુધી

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આ બાબતે કહ્યું હતું કે ‘અમે અગાઉથી હાઉસકીપિંગ એજન્સી સાથે કૉન્ટ્રૅક્ટ કર્યો છે. અમને આ પ્રકારનો કોઈ પત્ર હજી સુધી મળ્યો નથી.’

mumbai news mumbai