નરેન્દ્ર મોદીનો આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર, જૂનાગઢમાં જનસભા ગજાવશે

10 April, 2019 07:58 AM IST  |  ગુજરાત

નરેન્દ્ર મોદીનો આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર, જૂનાગઢમાં જનસભા ગજાવશે

વડાપ્રધાન મોદી

આજે વડાપ્રધાન મોદી જૂનાગઢ અને સોનગઢમાં સવારે ૧૦ વાગે ભાજપની ચૂંટણી સભાઓ સંબોધશે. જૂનાગઢ બાદ તાપી જીલ્લામાં તેઓ એક જનસભા ગજાવશે. જ્યારે આણંદ લોકસભા મતક્ષેત્રમાં વડાધાન નરેન્દ્ર મોદીનો ચૂંટણી ચાર કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ થયો છે. બપોરે ૨ વાગે સોનગઢમાં પણ એક સભા સંબોધવા ઉપરાંત સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં પણ તેમની સભાઓ યોજાશે. મોદીને આવકારવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે તમના સભા સ્થળોને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થાથી આવરી લેવામાં આવશે. આ બંદોબસ્માં ૮ એસપી, ૧૪ ડીવાયએસપી સહિત ૧૩૦૦ જવાનોનો કાફલો ખડેપગે રહેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા સૌરાષ્ટ્ર-કચ્છના ભાજપનાં ઉમેદવારો પણ સભામાં હાજરી આપશે. સભામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની ધારણા છે. સવારે ૧૦.૩૦ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે તેઓ સભા ગજવશે અહીં તેઓ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રની લોકસભા બેઠકોનાં મતદારોને સંબોધશે.

તેમના સુરક્ષા બંદોબસ્તમાં ૮ એસપી, ૧૪ ડીવાયએસપી, ૧૦ પીઆઇ, ૧૨૦ પીએસઆઇ સહિત ૧૩૦૦ જવાનો ખડેપગે રહેશે. ઉપરાંત એસઆરપીની એક કંપની, ડોગ સ્ક્વોડ-બોમ્બ ડિસ્પોઝલ ટુકડી પણ તૈનાત રહેશે. વડાપ્રધાન મોદી ૧૭ એપ્રિલે મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ ભાજપના પ્રચાર અભિયાનને આગળ વધારે તેના કાર્યક્રમો તૈયાર થઈ રહૃાા છે. આ તરફ વડાપ્રધાનની સભાની તારીખો બદલાતા આણંદ લોકસભામાં કોગ્રેસના ગઢ એવા બોરસદ વિધાનસભા મતક્ષેત્રમાં મુખ્યમંત્રી સહિત દેશના નેતાઓ સોમવારે ચૂંટણી પ્રચારનો મોરચો સંભાળશે.

આ પણ વાંચો : રાજકોટ: બે ધોરણ ભણેલા ઇમરાને 14 બૅન્કને મૂર્ખ બનાવી

આગામી સપ્તાહે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ગુજરાતમાં ભાજપના પ્રચારમાં આવી રહૃાા છે.

gujarat narendra modi Lok Sabha Election 2019 Gujarat BJP