અમદાવાદ: સરદાર પટેલ એરપોર્ટ પર પિક-અપ તેમજ ડ્રોપ માટે હવે નો ચાર્જ!

21 February, 2019 05:09 PM IST  |  અમદાવાદ

અમદાવાદ: સરદાર પટેલ એરપોર્ટ પર પિક-અપ તેમજ ડ્રોપ માટે હવે નો ચાર્જ!

સરદાર પટેલ એરપોર્ટ (ફાઇલ ફોટો)

એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિપાર્ચર કે અરાઇવલ એરિયામાં પિક-અપ કે ડ્રોપ માટે કોઈ ચાર્જ વસૂલ કરવામાં નહીં આવે. પેસેન્જરને ડિપાર્ચર એરિયા સુધી મૂકવા માટે આવતા કોમર્શિયલ વેહિકલ પાસેથી પણ કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. જોકે અરાઇવલ એરિયામાં આવતા કોમર્શિયલ વેહિકલને રૂ.50 એક્સેસ ફી ચૂકવવાની રહેશે.

સરદાર પટેલ એરપોર્ટ પર હાલ પિક-અપ ડ્રોપ માટે ચૂકવવા પડે છે રૂ.85

એરપોર્ટ ઓથોરિટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા લોકોને 10થી 12 મિનિટ માટે ફ્રી વિન્ડો પાર્કિંગની સુવિધા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ કોઇ પેસેન્જરને એરપોર્ટ લેવા-મુકવા આવતા લોકોને પહેલા ટાઇમ સ્ટેમ્પવાળી ટોલ ટિકિટ લેવી પડે છે અને જતા પહેલા તે બતાવવી પડે છે. જો બહાર નીકળવાના સમયમાં 10 મિનિટથી વધારે થાય તો વાહન પાર્ક ન કર્યું હોવા છતાંપણ વાહન માલિકને રૂ.85 પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડે છે.

આ પણ વાંચો: અમદાવાદથી લંડનઃ17 હજાર કિલોમીટર સુધી ફેલાશે શાંતિનો સંદેશ

AAI દ્વારા નિયત કરાયેલી જગ્યા પર જ પાર્કિંગ ચાર્જ વસૂલ કરવામાં આવશે. સૂત્રો મુજબ આ સિસ્ટમ આગામી કેટલાક અઠવાડિયાથી જ અમલમાં આવી જશે. આ નિર્ણયનો મુસાફરોમાં મિશ્રિત પ્રતિસાદ મળી રહ્યો છે.

ahmedabad gujarat