હવે બર્ન કેસમાં મૃત્યુ આંક ઘટશે રાજ્યમાં પ્રથમ વાર શરૂ કરાઈ સ્કિન બૅન્ક

28 September, 2019 09:45 AM IST  |  ગુજરાત

હવે બર્ન કેસમાં મૃત્યુ આંક ઘટશે રાજ્યમાં પ્રથમ વાર શરૂ કરાઈ સ્કિન બૅન્ક

પ્રતીકાત્મક તસવીર

રાજકોટ : (જી.એન.એસ.) ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં દેહદાન, ચક્ષુદાન બાદ હવે ચામડીનું દાન લેવામાં અને આપવામાં આવશે. રાજ્યમાં પ્રથમ સ્કિન બૅન્કનો રાજકોટમાં પ્રારંભ થયો છે. રોટેઈ કલબ દ્વારા ૫૦ લાખની કિંમતની અલગ-અલગ મશીનરી વસાવી રાજકોટ સિવિલ હૉસ્પિટલને અર્પણ કરી આ બૅન્ક શરૂ કરવામાં આવી છે, જેમાં રેફ્રિજરેટર, ડર્મેટોકોન, ક્યુબકૅર, રેઝર સહિતનાં સાધનોનો સમાવેશ થાય છે. 

સૌરાષ્ટ્રભરમાંથી મોટા ભાગના બર્ન કેસ રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે અને એમાં પણ ૬૦ ટકાથી વધુ બર્ન શરીર વાતાવરણ અનુકૂળ ન આવતાહ દરદીનું મૃત્યુ થતું હોય છે ત્યારે બર્ન કેસમાં મૃત્યુઆંક ઘટાડવા માટે સ્કિન બૅન્ક શરૂ કરવામાં આવી છે જેનો ઉપયોગ આવતા દિવસોમાં રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં શરૂ કરવામાં આવશે અને આ મશીનની અંદર સ્ટોર કરવામાં આવતી સ્કિન ૪થી પાંચ વર્ષ સુધી સાચવી શકાય છે. રાજકોટ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ મનીષ મહેતાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં વર્ષે ૩૫૦થી વધુ બર્ન કેસ નોંધાય છે. એ કેસની સંખ્યામાં ઘટાડો કરવા આ સ્કિન બૅન્ક ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ આ માટે લોકોમાં જાગૃતતા લાવવી પણ એટલું જ જરૂરી છે અને લોકો મૃત્યુ બાદ અંગદાન, ચક્ષુદાન, લીવરદાન, કિડનીદાન સાથે ચામડીનું દાન કરે એવી અપીલ કરી હતી.

gujarat health tips