નર્મદા: સ્ટેચ્યૂ ઓફ યૂનિટીએ બનાવ્યો વધુ એક રેકોર્ડ

25 August, 2019 07:59 PM IST  | 

નર્મદા: સ્ટેચ્યૂ ઓફ યૂનિટીએ બનાવ્યો વધુ એક રેકોર્ડ

જનમાષ્ટમી નિમિત્તે રજાને માણવા માટે લોકો પ્રવાસી સ્થળોની મુલાકાત લઈ રહ્યાં છે. ગુજરાતમાં સરદાર સરોવર ડેમ નજીક બનાવવામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પણ જનમાષ્ટમી નિમિત્તે પ્રવાસીઓનો ઉમટ્યા હતા. જન્માષ્ટમી નિમિત્તે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત 55,000 પ્રવાસીઓએ લીધી. 2 દિવસમાં 55,000 મુલાકાતીઓની હાજરી એક રેકોર્ડ છે જે સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ બનાવ્યો છે.

મુલાકાતીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને શનિવાર સવારથી જ પ્રશાસન દ્વારા ટિકિટ બારીઓ વધારવામાં આવી હતી અને બસોની સંખ્યામાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો. પ્રવાસીઓને કોઈ પણ તકલીફ ન રહે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરક્ષાના પગલે નર્મદા જીલ્લા પોલીસ સિવાય અન્ય જિલ્લા પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં 5 ફૂટથી ઉંચી PoPની ગણેશ મૂર્તિ પર પ્રતિબંધ

વિકેન્ડના પહેલા દિવસ શનિવારે 31,700 પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી જ્યારે બીજા દિવસે 23,300 લોકોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં પ્રવાસીઓને હાજરીને લઈને તંત્ર સજ્જ દેખાયુ. વાહન વ્યવ્હારથી લઈને સુરક્ષા સુધીની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.

statue of unity gujarat gujarati mid-day