રાજ્યનાં તમામ ગામો 2022 સુધીમાં પાકા રસ્તાથી જોડાશેઃ નીતિન પટેલ

24 December, 2019 09:26 AM IST  |  Nadiad

રાજ્યનાં તમામ ગામો 2022 સુધીમાં પાકા રસ્તાથી જોડાશેઃ નીતિન પટેલ

નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માતર તાલુકાના ભલાડામાં રૂ. ૭૦ લાખના ખર્ચે નિર્માણ પામેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. સાથે મહિજ, મોદજ, બોરડી, રવાલિયા અને સાઢેલી સહિત છ ગામોમાં રૂ.૧૧૨ લાખના ખર્ચે નિર્માણ થયેલા પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ ગામોને વર્ષ ૨૦૨૨ સુધીમાં પાકા રસ્તાથી જોડવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રીએ માતર તાલુકાના ભલાડામાં રૂ. ૭૦ લાખના ખર્ચે નિર્માણ થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવા સાથે મહિજ, મોદજ, બોરડી, રવાલિયા અને સાઢેલી સહિત છ ગામોમાં રૂ.૧૧૨ લાખના ખર્ચે નિર્માણ થયેલા પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. જેના દ્વારા ૧૪ ગામોની ૫૦ હજાર જેટલી વસ્તીને આરોગ્ય સેવાઓનો લાભ મળશે. નાયબ મુખ્યમંત્રીએ ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રૂા. ૭૧ લાખના ખર્ચે ફાળવવામાં આવેલા સાત એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કર્યુ હતું. તેમના હસ્તે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ લાભાર્થીઓને ગોલ્ડન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

gujarat nadiad Nitin Patel