30થી વધુ લોકો કૉર્નર થયા છે જયંતી ભાનુશાલીના મર્ડરકેસમાં

15 January, 2019 09:52 AM IST  |  | Rashmin Shah

30થી વધુ લોકો કૉર્નર થયા છે જયંતી ભાનુશાલીના મર્ડરકેસમાં

જયંતી ભાનુશાલી

અબડાસાના ભૂતપૂર્વ વિધાનસભ્ય જયંતી ભાનુશાલીની હત્યાને ગઈ કાલે આઠ દિવસ પૂરા થયા ત્યારે ગુજરાત પોલીસ અને ગુજરાત CID (ક્રાઇમ)ના અધિકારીઓ ગઈ કાલે આખો દિવસ આ કેસમાં વ્યસ્ત રહ્યા હતા અને દિવસ દરમ્યાન ત્રીસથી વધારે લોકોને કૉર્નર કરીને તેમની ખાનગીમાં ઇન્ક્વાયરી શરૂ કરી હતી. આ કેસમાં મુખ્ય આરોપી મનીષા ગૌસ્વામી અને તેના બે સાથીઓ સુરજિત તથા શેખર સાથે અન્ય જે કોઈ સંકળાયેલા હોય અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોય એવા લોકોની પૂછપરછ કરવાનો હેતુ સ્પષ્ટ છે કે આ કેસમાં માત્ર દેખીતા કારણ સિવાય પણ બીજું કોઈ કારણ બાકી રહી ન જાય અને સત્ય હકીકત બહાર આવે. ગુજરાત CID (ક્રાઇમ)ના એક સિનિયર ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મનીષા સાથેના વિખવાદમાં માત્ર ત્રણ જ દિવસમાં વાત છેક મર્ડર સુધી પહોંચી જાય એ વાત સહેજ વધારે પડતી છે એટલે અમે કોઈ બાજુ ખુલ્લી રહેવા દેવા નથી માગતા.

આ પણ વાંચો : ઉત્તરાયણ નિવડી ઘાતકઃ પાંચ લોકોનાં મોત, ચાલીસથી વધુ ઘાયલ

જયંતી ભાનુશાલીના કેસ બાબતમાં આજે પ્રેસ-કૉન્ફરન્સ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ આ કેસની તમામ વિગતો જાહેર કરે એવી સંભાવના છે. જયંતીભાઈની હત્યા કોઈ રાજકીય લાભ ખાટવાના હેતુથી નહીં પણ તેમના અંગત હિસાબ-કિતાબને લીધે થઈ હોઈ શકે છે. આ જ કારણે જયંતી ભાનુશાલીની ઘટનાથી હવે ગુજરાત BJPના નેતાઓએ અંતર કરી લીધું છે.

gujarat Crime News