મહેસાણાઃ યુવતી સાથે ફ્રેન્ડશિપની શંકાએ દલિત વિદ્યાર્થીને મરાયો ઢોર માર

22 March, 2019 06:50 PM IST  |  મહેસાણા

મહેસાણાઃ યુવતી સાથે ફ્રેન્ડશિપની શંકાએ દલિત વિદ્યાર્થીને મરાયો ઢોર માર

રાજ્યમાં ફરી એક વખત દલિતો પર અત્યારની ઘટના સામે આવી છે. ઘટના મહેસાણાની છે. મહેસાણાના 17 વર્ષના દલિત યુવાનને 18 માર્ચના રોજ 2 વ્યક્તિઓએ ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હોવાનો ખુલાસો થયો છે. આ મામલે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં દલિત યુવાને ફરિયાદ પણ નોંધાવી છે. યુવકને એટલો માર મરાયો છે કે કે તે હાલ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મળતી માહિતી મુજબ આરોપીઓએ આ દલિત યુવાનને આરોપીઓના પરિવારની યુવતી સાથે મિત્રતા હોવાની શંકાએ તેને માર માર્યો છે. જો કે હાલ પોલીસ હજી આ મામલે તપાસ કરી રહી છે. આરોપીએ પોલીસ ફરિયાદમાં રમેશ પટેલ નામના વ્યક્તિનું નામ લખાવ્યું છે.

 12મા ધોરણમાં અભ્યાસ કરતો આ દલિત યુવાન પરીક્ષા આપવા ધીણોજ ગામે જતો હતો, ત્યારે જગામના બે વ્યક્તિઓ તેને બાઈક પર બેસાડી દૂર લઈ ગયા. અને ખેતરમાં લઈ જઈ ઝાડ સાથે બાંધી બેરહેમીથી ફટકાર્યો. એટલું જ નહીં આરોપીઓએ દલિત યુવાનને જાતિવિષયક અપશબ્દો પણ કહ્યા. દલિત યુવાન ચાણસ્માના દીણોદરડા ગામનો છે, જે હાલ મહેસાણામાં રહે છે.

આ પણ વાંચોઃ રાજકોટઃ પાણી ચોરી પર નગરપાલિકાએ બોલાવી તવાઈ, ફટકાર્યો દંડ

જો કે આ મામલે ફરિયાદ છેક 20 તારીખે નોંધાઈ છે. વડગામના ધારસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ ઘટના અંગે પીડિત યુવાનનો ફોટો ટ્વિટ કરીને આરોપીઓને પકડવા માગ કરી છે. જિજ્ઞેશ મેવાણીએ ટ્વિટ કરીને કહ્યું છે. આરોપીઓ ઝડપથી નહીં પકડાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આ પોલીસ કેસમાં અન્ય કલમો ઉમેરવા માટે પણ દબાણ કરવામાં આવશે.

Jignesh Mevani Election 2019 gujarat news