દીપડાના આતંકથી એમએલએ રીબડિયાએ બંદૂક ઉઠાવતાં ફરિયાદ નોંધાઈ

03 January, 2020 10:26 AM IST  |  Mumbai Desk

દીપડાના આતંકથી એમએલએ રીબડિયાએ બંદૂક ઉઠાવતાં ફરિયાદ નોંધાઈ

બગસરા પંથકમાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો હતો. ત્યારે વિસાવદરના કૉન્ગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયા બગસરા હૉસ્પિટલે બંદૂક સાથે આવ્યા હતા. આ વિડિયો સોશ્યલ મીડિયામાં બહુ વાઇરલ થયો હતો. ૭ ડિસેમ્બરના રીબડિયા બંદૂક સાથે હૉસ્પિટલ આવ્યા હતા. તેમની પાસે રહેલું હથિયાર લાઇસન્સવાળું છે કે લાઇસન્સ વગરનું એ સવાલને લઈને લોકોમાં ભય ફેલાયો છે. આથી બગસરા પોલીસે તેમના વિરુદ્ધ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. ધારાસભ્ય રીબડિયા વિરુદ્ધ પોલીસ તપાસ કરવામાં આવશે. કૉન્ગ્રેસના ધારાસભ્ય અને ખેડૂત નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાતાં રાજકારણ ગરમાયું છે.

gujarat