સ્ટૅચ્યુ ઑફ યુનિટીઃ 31 ડિસેમ્બરની ઉજવણી કરવા હોટેલો અત્યારથી હાઉસફુલ

30 December, 2019 09:49 AM IST  |  Kevadia

સ્ટૅચ્યુ ઑફ યુનિટીઃ 31 ડિસેમ્બરની ઉજવણી કરવા હોટેલો અત્યારથી હાઉસફુલ

સ્ટૅચ્યુ ઑફ યુનિટી

નર્મદા જિલ્લો રાજ્યનું સૌથી મોટું પ્રવાસન ધામ બની ગયો છે અને અહીં ૩૨ લાખ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે. ૨૦૧૯ની સાલને વિદાય અને ૨૦૨૦ની સાલના આગમન અને ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવા ગુજરાતીઓ સહિત મોટી સંખ્યા લોકો કેવડિયા આવી રહ્યા છે અને એ માટેનું બુકિંગ અત્યારથી જ થઈ ગયું છે. કેવડિયામાં ભારતની પ્રથમ વાર ૩ સ્ટાર હોટેલ રમાડા ઍન્કરનું લૉન્ચિંગ કરાયું છે જ્યાં નવા વર્ષની ઉજવણી માટે ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે કેવડિયા ખાતે આવેલા નર્મદા ટેન્ટ સિટી-2માં પણ બુકિંગ થવા લાગ્યું છે.

નર્મદા જિલ્લાના કેવડિયા કૉલોની ખાતે ૩૧ ડિસેમ્બરને લઈને હોટેલો-રિસૉર્ટોમાં ઘણી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ બાબતે રમાડા હોટેલના મૅનેજર મનોજ મહારાજે જણાવ્યું હતું કે પ્રથમ વાર આ વિસ્તારમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટીના કારણે થ્રી સ્ટાર હોટેલ શરૂ થઈ છે જ્યાં નવા વર્ષની ઉજવણી માટે ૩૧ ડિસેમ્બરની ઉજવણીનો ખાસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. કપલ ડાન્સ ડિનર સહિત મ્યુઝિકલ નાઇટનું પણ આયોજન કર્યું છે જેમાં બહારના પ્રવાસીઓ તો ખરા પણ સ્થાનિક પ્રવાસીઓ પણ જોડાશે. જ્યારે ટેન્ટ સિટી-2 ખાતે પણ ડાન્સ ડિનર સહિત બહારના પ્રવાસીઓ તો ઠીક સ્થાનિક કપલ પણ આ પાર્ટીમાં જોડાશે. આમ હોટેલો દ્વારા આયોજનને લઈને સ્થાનિક રહીશોમાં પણ ભારે ઉત્સાહ છે. સ્ટૅચ્યુ ઑફ યુનિટી જોવા અધધધ પ્રવાસીઓ ઊમટી રહ્યા છે. ૪ દિવસમાં સવા લાખ જેટલા પ્રવાસીઓ આવ્યા હતા. ૪ દિવસમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને ૨.૩૧ કરોડની આવક પ્રાપ્ત થઈ છે. ટિકિટ ચેકિંગનાં બારકોડ મશીનો વારંવાર ખોટકાતાં અધિકારીઓને દોડધામ કરવી પડી હતી.

સ્ટૅચ્યુ ઑફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે ઊભા કરાયેલા પાર્કિંગના કારણે વર્ષે ૩ કરોડની પાર્કિંગની સંચાલકોને આવક થઈ છે. હાલમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે સ્ટૅચ્યુ ઑફ યુનિટી નજીકનું જે હેલિપૅડ પાર્કિંગ છે એ જગ્યાએ કાર પાર્ક કરાય છે. ત્યાં એક કારના દોઢસો રૂપિયા અને બસના ૩૦૦ રૂપિયા વસૂલવામાં આવે છે. આ ઉપરાંત નવા પાર્કિંગ પ્લૉટ પણ હાલમાં ઊભા કરવામાં આવ્યા છે જેમાં એક શૂલપાણેશ્વર મંદિરની સામેનો વિસ્તાર, હેલિપૅડ કેવડિયા કૉલોનીનો વિસ્તાર, નર્મદા ડૅમ સાઇડના વિસ્તાર સ્થળે કાર પાર્કિંગ વાહન પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

gujarat statue of unity