જીતુ વાઘાણી બનાસકાંઠા પહોંચ્યા, થાળી ખખડાવીને તીડ ઉડાડ્યા

25 December, 2019 06:15 PM IST  |  Banaskatha

જીતુ વાઘાણી બનાસકાંઠા પહોંચ્યા, થાળી ખખડાવીને તીડ ઉડાડ્યા

જીતુ વાઘાણી

બનાસકાંઠામાં તીડના ત્રાસ સામે રાજકીય નેતાઓ પણ દોડતા થયા છે. કોંગ્રેસના નેતાઓ તીડ પ્રભાવિત વિસ્તારોમાં જઈને તીડ નિયંત્રણમાં લાગેલા છે ત્યારે ભાજપના ગુજરાત અધ્યક્ષ જીતુ વાઘાણી પણ આજે બનાસકાંઠામાં દોડી ગયા હતા અને થાળીઓ ખખડાવીને તીડ ઉડાડ્યા હતા. ખુલ્લા ખેતરમાં તેઓ થાળી ખખડાવતા હતા અને તેમની પાછળ પાછળ સાંસદથી માંડીને તમામ સ્થાનિક કાર્યકરો દોડતા હતા. તીડ સામે લડવા સરકાર તરફથી બનતી તમામ પ્રકારની મદદ કરવાની ખેડૂતોને હૈયાધારણા આપી હતી. હાલ તેમના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. વાઘાણીએ પણ એક પત્રકારે કરેલી વીડિયો પોસ્ટને તેમના ટ્વિટર રિટ્વિટ કરી છે.

તીડ, કુદરતી આફત છે: વાઘાણી
જીતુ વાઘાણી તીડ ઉડાડવા જવાના હતા તે પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કુદરતી હોનારતની જેમ આ કુદરતી આફત છે. હાલ પવનની દિશા ગુજરાત બાજુ હોવાથી તીડ આપણી બાજુ આવ્યા છે. તીડ સામે લડવા ગુજરાત સરકાર પ્રયાસો કરી રહી છે. હું પણ એક ખેડૂત છું એટલે ખેડૂતોની તકલીફ સારી રીતે સમજી શકું છું. અમુક વખતે દવાઓના છંટકાવ પછી પણ તીડને મારવા મુશ્કેલ બનતું હોય છે. થરાદમાં મોટી સંખ્યામાં તીડ આવ્યાની માહિતી મળ્યા બાદ હું સ્વંય ત્યાં જઈ રહ્યો છું. ભાજપની સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઉભી રહી છે.

gujarat