ટેક ઓફ થતા પહેલા જ ઈન્ડિગોની ફ્લાઈટની બ્રેક ફેલ

10 May, 2019 04:15 PM IST  |  અમદાવાદ

ટેક ઓફ થતા પહેલા જ ઈન્ડિગોની ફ્લાઈટની બ્રેક ફેલ

અમદાવાદ એરપોર્ટ પર ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ એરપોર્ટ પર ટેક ઓફ પહેલા જ ઈન્ડિગોની એક ફ્લાઈટની બ્રેક ફેલ થઈ ગઈ. ફ્લાઈટમાં 100 જેટલા મુસાફરો સવાર હતા. જો કે પાઈલટની સમયસૂચકતાથી તમામ મુસાફરોનો બચાવ થયો છે. પાયલટે બ્રેક ફેલ થવાને કારણે વિમાન રન વે પર જ અટકાવી દીધું. બાદમાં ખૂબ જ ધીમે ધીમે વિમાનને રનવે પરથી હટાવાયું.

મળતી માહિતી પ્રમાણે ઈન્ડિગોની આ ફ્લાઈટ અમદાવાદથી પૂણે જતી હતી. બે કલાકના સમારકામ બાદ ફ્લાઈટ પૂણે માટે ટેક ઓફ થઈ હતી. ઘટના મંગળવારે ઈન્ડિગોની અમદાવાદ પૂણેની ફ્લાઈટ 6ઈ 361 નંબરની ફ્લાઈટ સાથે બની. બુધવારે સાંજે 4.35 કલાકે જ્યારે ફ્લાઈટ રન વે પર પહોંચી. ત્યારે ફ્લાઈટ ટેક ઓફ માટે ચાલે તે પહેલા જ પાઈલટે બ્રેક ફેલ થવાની માહિતી મુસાફરોને આપી. અનાઉન્સમેન્ટ સાથે જ ફ્લાઈટમાં સવાર 100 જેટલા મુસાફરોના હોશ ઉડી ગયા. પાઈલટે એટીસીને જાણ કરીને ટેક ઓફ અટકાવી દીધું હતું.

આ પણ વાંચોઃ બાઇક પર બેસવાની ના પાડતાં અનુસૂચિત જાતિની યુવતીની હત્યા

આખરે ફ્લાઈટને ધીરે ધીરે પાર્કિંગમાં લઈ ટેક્નિશિયનોને તેની માહિતી આપી હતી. બાદમાં તમામ મુસાફરોને ઉતારીને ટર્મિનલમાં લઈ જવાયા. અને ટેક્નિશિયનોએ ફ્લાઈટનું રિપેરિંગ કામ હાથ ધર્યું.

ahmedabad gujarat indigo