હેલ્મેટ, સીટબેલ્ટ તેમ જ કાગળો સાથે નહીં હોય તો દંડ થશે

30 March, 2020 10:41 AM IST  |  Mumbai Desk | GNS

હેલ્મેટ, સીટબેલ્ટ તેમ જ કાગળો સાથે નહીં હોય તો દંડ થશે

હવે પોલીસ પણ કરશે દંડની વસૂલાત

અત્યાર સુધી આ પોલીસ-કર્મચારીઓ લોકોને ઇમર્જન્સી સિવાય ઘરની બહાર નહીં નીકળવા સમજાવતા હતા. પરંતુ શનિવાર સાંજથી દરેક ચાર રસ્તા પર તહેનાત પોલીસ-કર્મચારીઓને જો કોઈ વાહનચાલક હેલ્મેટ કે સીટબેલ્ટ પહેર્યા વગર, લાઇસન્સ, પીયુસી, આરસી બુક કે વીમા પોલીસ વગર નીકળે તો તેમને મેમો આપીને દંડ વસૂલ કરવાની કડક સૂચના અપાઈ છે. અત્યાર સુધી ટ્રાફિક-પોલીસના કર્મચારીઓ જ વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કરતા હતા, પરંતુ હવે દરેક પોલીસ-સ્ટેશનના કર્મચારીઓને દંડ વસૂલ કરવા સૂચના અપાઈ છે.

લૉકડાઉનના પાંચ દિવસથી એટલે કે મંગળવારથી પોલીસ-કર્મચારીઓ દરેક વ્યક્તિને ઘરમાં રહેવાની સૂચના આપી રહ્યા છે. તેમ જ ઇમર્જન્સી સિવાય માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નહીં નીકળવા સમજણ આપી રહ્યા હતા. પરંતુ શનિવારે સાંજે રસ્તા ઉપર તહેનાત દરેક પોલીસ -સ્ટેશનના કર્મચારીઓને વાહનચાલકો પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા સૂચના અપાઇ છે જેમાં હેલ્મેટ પહેર્યા વગર કે કાગળો સાથે રાખ્યા વગર નીકળતા વાહનચાલકોને રોકીને તેમને મેમો આપીને દંડ વસૂલ કરવા સૂચના અપાઈ છે. તેમ છતાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરોએ પોતાના પરિવાર સાથે ચાલીને પોતાના વતન તરફ દોડ લગાવી હતી. જોકે પોલીસે સમયસર તેમને સમજાવી તેમની રહેવાની અને જમવાની સગવડ કરી આપી છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ અને સામાજિક સંસ્થાના સહયોગ દ્વારા જમાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

gujarat coronavirus covid19