ગુજરાત: સાવધાન... ત્રણ દિવસ પછી ફરી હીટ વેવ

06 May, 2019 08:40 AM IST  |  ગુજરાત

ગુજરાત: સાવધાન... ત્રણ દિવસ પછી ફરી હીટ વેવ

હીટ-વેવ

પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠામાં ૨૦૦ કિમીની ઝડપે ફાની વાવાઝોડું ત્રાટક્યું હતું. હાલ વાવાઝોડાની અસર ગુજરાતના હવામાન પર થઇ રહી છે. રાજ્યમાં અનેક જગ્યાએ હવામાન પલટાયું અને કમોસમી વરસાદ થયો હતો. અસહ્ય ગરમીમાં પવન સાથે વરસાદ આવતા ગરમીનો પારો નીચે આવ્યો હતો. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં ત્રણ દિવસ પારો થોડો નીચો રહેશે અને પછી ફરીથી હિટવેવ શરૂ થવાનું અનુમાન છે. આ ઉપરાંત હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં ચોમાસું નિયત સમયે જ આવશે. હાલ વરસાદનાં એંધાણ નથી. પ્રેશર નીચું જવાના કારણે ગરમીમાં થોડી આંશિક રાહત મળી છે.

આ પણ વાંચો : ઘનકચરાના નિકાલમાં ગુજરાત બીજા ક્રમાંકે

અમદાવાદ સહિત શહેરોમાં ગરમ પવને વિરામ લીધો છે. પ્રેશરનું પ્રમાણ વધતા આગામી ૩ દિવસ બાદ ફરીથી ગરમીનો પારો ઊંચકાશે.

gujarat