હાર્દિક પટેલની મુશ્કેલી વધી

20 February, 2020 07:08 PM IST  |  Mumbai Desk

હાર્દિક પટેલની મુશ્કેલી વધી

કૉન્ગ્રેસી નેતા હાર્દિક પટેલની ફરી એક વાર મુશ્કેલી વધી ગઈ છે. હાર્દિક પટેલ વિરુદ્ધ મિર્ઝાપુર કોર્ટે બિનજામીનપાત્ર વૉરન્ટ કાઢ્યું છે. હાર્દિક પટેલે ૨૦૧૭માં બોપલમાં જાહેરસભા અને એક રૅલી કરી હતી. ત્યાર બાદ તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. બોપલમાં ૨૦૧૭માં જાહેરસભા અને પોલીસ મંજૂરી વિના એક રૅલી કાઢવાના ગુનામાં મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે વૉરન્ટ જાહેર કર્યું છે. લાંબા સમયથી હાર્દિક પટેલ કોર્ટમાં હાજર નહીં રહેતા મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે નૉન-બેલેબલ વૉરન્ટ ઇશ્યુ કર્યું હતું.

કૉન્ગ્રેસ નેતા હાર્દિક પટેલના આગોતરા જામીનની અરજી ગુજરાત હાઈ કોર્ટે ફગાવી દીધી હતી. પાટીદાર અનામત આંદોલન વખતે તોડફોડ અને મારામારીના કેસમાં વસ્ત્રાપુર પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલા કેસના આરોપી હાર્દિક પટેલે આગોતરા જામીન માટે ગુજરાત હાઈ કોર્ટમાં અરજી કરી હતી જેની સુનાવણી દરમિયાન હાઈ કોર્ટે હાર્દિક પટેલની આગોતરા જામીનની અરજી ફગાવી હતી. બીજી તરફ સરકારે હાર્દિકની આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં દલીલ કરી હતી કે સેશન્સ કોર્ટને બાંહેધરી આપ્યા બાદ પણ હાર્દિક પટેલે લોકો સમક્ષ ઉશ્કેરણીજનક ભાષણો કરી પોતાની જ બાંહેધરીનો ભંગ કર્યો છે.

gujarat hardik patel