ગુજરાત રાજ્યભરમાં મેઘો છવાયો

26 June, 2019 08:40 AM IST  | 

ગુજરાત રાજ્યભરમાં મેઘો છવાયો

૨૬ જિલ્લાઓના ૭૭ તાલુકાઓમાં વરસાદ

રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં પૂર્વ-મધ્ય ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદની મહેર જોવા મળી છે. છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૦૨ મિમી એટલે કે ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજ્યના ૨૬ જિલ્લાઓના ૭૭ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર ઝોનના સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને બોટાદમાં છેલ્લા ૨૪ કલાકમાં બિલકુલ વરસાદ વરસ્યો નથી. જ્યારે ભાવનગરના ઉમરાળા તાલુકામાં ૧૫ મ‌િમી, મોરબીનાં માળ‌િયામિયાણા તાલુકામાં ૨૦ મ‌િમી, જૂનાગઢના વિસાવદરમાં પાંચ મિ.મી. જામનગરના કાલાવડ તાલુકામાં ૨૫ મ‌િમી વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો: હીરા ઉદ્યોગમાં ભૂકંપ, કસ્ટમ વિભાગે ૩૦૦૦ કરોડના હીરા સીઝ કર્યા

મંગળવારે સવારે છ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં તાપીના‌ સોનગઢમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં બે ઇંચ વરસાદ, ભરૂચના નેત્રંગમાં બે ઇંચ વરસાદ પડ્યો છે.સવારથી બપોર સુધીમાં ભાવનગર, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, ભરૂચ, આણંદ, ખેડા જિલ્લામાં વરસાદ નોંધાયો છે.

Gujarat Rains gujarati mid-day gujarat