લોકસભામાં ઉછળ્યો માંડલમાં થયેલી દલિત યુવકની હત્યાનો મુદ્દો

10 July, 2019 12:42 PM IST  |  દિલ્હી

લોકસભામાં ઉછળ્યો માંડલમાં થયેલી દલિત યુવકની હત્યાનો મુદ્દો

અમદાવાદના માંડલમાં દલિત યુવકની હત્યાનો મુદ્દે લોકસભા સુધી પહોંચ્યો છે. દલિત યુવકને તેના સાસરિયાઓએ પોલીસની હાજરીમાં હત્યા કરવાની ઘટનાએ લોકસભા ગજવી છે. લોકસભામાં કોંગ્રેસના સાંસદ કે. સુરેશે આ મામલે એડન્મેન્ટ નોટિસ આપી છે. જે બાદ ઉના કાંડ બાદ ફરી એકવાર ગુજરાતમાં દલિતો પર અત્યાચારનો મુદ્દો લોકસભામાં ગજવાઈ રહ્યો છે.

મેવાણી ઉઠાવશે મુદ્દો

બીજી તરફ આજે વિધાનસભામાં પણ દલિત યુવકની હત્યા મામલે હોબાળાની શક્યતા છે. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગૃહમાં પ્રશ્રોનત્તરી દરમિયા આ યુવકની હત્યાનો મુદ્દો ઉઠાવવાની જાહેરાત કરી છે. તેની કરપીણ હત્યા કરી નાંખવામાં આવી હતી. આ મુદ્દે જીગ્નેશ મેવાણી ગુજરાત વિધાનસભાના સચિવને નોટિસ આપી અને ચર્ચાની માંગણી કરી છે. અધ્યક્ષ આ મુદ્દે મંજૂરી આપે બાદમાં ચર્ચા થઈ શકશે.

શું હતી ઘટના

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાડતા જાહેરમાં પોલીસની હાજરીમાં યુવકની હત્યા થઈ હતી. હત્યા પાછળ આંતરજ્ઞાતીય લગ્ન કારણ ભૂત હતી. મળતી માહિતી પ્રમાણે ગાંધીધામના યુવક હરેશ સોલંકીએ વરમોર ગામની યુવતી સાથે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવતીના માતાપિતાએ પોતાની પુત્રીને પિયર રહેવા બોલાવી હતી. બાદમાં યુવકને પણ પોતાના ગામ બોલાવી તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને હત્યા નાખી. આ મામલે પોલીસે 8 લોકો સામે FIR દાખલ કરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં મોલ-મલ્ટીપ્લેક્સમાં હવે ફ્રી પાર્કિગ, હાઈકોર્ટનો આદેશ

ચોંકાવનારી વાત એ છે કે મૃતક યુવકની પત્ની 2 મહિનાથી ગર્ભવતી છે. આ ઘટના બનતા પહેલા યુવકે પોતાના સાસરિયાઓને સમજાવવા માટે અભયમની હેલ્પલાીન પર જાણ કરીને સસરાને સમજાવવામાટે બોલાવ્યા હતા.જે બાદ અભ્યમની ટીમ યુવતીનાં ઘરે સમજાવવા માટે ગયા હતાં. જ્યારે યુવકને વાનની અંદર બેસવાનું કહ્યું હતું. હજી અભયમની ટીમ બહાર આવી કે તરત જ એક ટોળાએ હાથમાં ધારિયા, તલવાર, છરી અને લાકડીઓ સહિતના હથિયાર વડે હુમલો કર્યો. જેમાં યુવકની હત્યા કરવામાં આવી હતી.

Lok Sabha gujarat ahmedabad Crime News