ફરી સરકારે બદલ્યો નિર્ણય, બીજી વખત નવરાત્રિ વેકેશન રદ

06 June, 2019 02:34 PM IST  |  ગાંધીનગર

ફરી સરકારે બદલ્યો નિર્ણય, બીજી વખત નવરાત્રિ વેકેશન રદ

નવરાત્રિ વેકેશનને લઈ વિવાદ વચ્ચે ફરી એકવાર રાજ્ય સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે. રાજ્ય સરકારે ફરી એકવાર નવરાત્રિ વેકેશન રદ કર્યું છે. બીજી તરફ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2019-20નું એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયું છે. કેબિનેટની બેઠકમાં નિર્ણય કર્યા બાદ આગામી શૈક્ષણિક વર્ષમાંથી નવરાત્રિ વેકશ હટાવી દેવાયું છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયાને સાથે વાતચીતમાં કહ્યું હતું કે કેબિનેટની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે. આમ હવેથી શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમમાએ કહ્યું કે,'આજે ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં પહેલો નિર્ણય ઉનાળાનું વેકેશન લંબાવાનું નથી.'

આ સાથે જ બીજો નિર્ણય નવરાત્રિ વેકેશનને લઈ કરવામાં આવ્યો છે. ગત વર્ષની જેમ આ વખતે પણ શાળાઓને નવરાત્રીનું વેકેશન આપવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો હતો. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું આજે મળેલી કેબિનેટની બેઠકમાં નવરાત્રિનું વેકેશન રદ કરવાનો નિર્ણય કર્યો છે. બેઠકમાં આવેલી રજૂઆતોને ઉપર ચર્ચાવિચારણા કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય શિક્ષમ બોર્ડ દ્વારા વર્ષ 2019-20નું એકેડમિક કેલેન્ડર જાહેર કરાયું છે. પ્રહેલા સત્રમાં 104 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે અને બીજા સત્રમાં 142 દિવસનું શિક્ષણિક કાર્ય કરવાનું રહેશે. પ્રથમ સત્રમાં 8 દિવસનું વેકેશનનો ઉલ્લેખ કરાયો છે, જો કે કેબિનેટના નિર્ણય બાદ રદ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ગુજરાતઃ શાળા-કોલેજોને મળશે 8 દિવસનું નવરાત્રિ વેકેશન

નવરાત્રિ વેકેશન રદ થતા હવે ચાલુ શૈક્ષણિક વર્ષમાં 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે. સમગ્ર શૈક્ષણિક સત્રમાં 80 રજાઓ અને 246 દિવસના અભ્યાસના દિવસો રહેશે. આ ઉપરાંત ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા 5 માર્ચ 2020થી શરૂ થશે.

navratri gujarat gandhinagar news