મહિલાઓ અસુરક્ષિત, 5 વર્ષમાં રાજ્યમાં ગેંગરેપના 97 કિસ્સા બન્યા

23 July, 2019 11:21 AM IST  |  ગાંધીનગર

મહિલાઓ અસુરક્ષિત, 5 વર્ષમાં રાજ્યમાં ગેંગરેપના 97 કિસ્સા બન્યા

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. દલિતો પર હુમલા, મહિલાઓની સુરક્ષા સહિતના મુદ્દે સરકાર સવાલોના કઠેડામાં છે, ત્યારે રાજ્ય સરકારે વિધાનસભામાં આપેલા આંકડા ફરી એકવાર ચોંકાવનારા છે. રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત હોવાના રાજ્ય સરકારના દાવા વચ્ચે સરકારના જ આંકડા વિરોધાભાસી છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષામાં ગેંગ રેપના 97 કિસ્સા થયા હોવાનું ખુદ સરકારે સ્વીકાર્યું

એમાંય સૌથી વધુ ગેંગરેપની ઘટનાઓ અમદાવાદમાં સામે આવી છે. પાંચ વર્ષમાં અમદાવાદમાં 15 ગેંગરેપની ઘટના બની છે. આ માહિતી રાજ્ય સરકારે વિધાનસભામાં આપી છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પૂછેલા પ્રશ્નના જવાબમાં ગૃહ વિભાગ તરફથી માહિતી અપાઈ કે ઓક્ટોબર-13થી સપ્ટેમ્બર-2018 સુધીના પાંચ વર્ષના સમયગાળામાં કુલ 97 ગેંગ રેપના બનાવ બન્યા છે. તે સમયગાળામાં 2013-14માં 25, 2014-15માં 16, 2015-16માં 13, 2016-17માં 24 અને 2017-18માં 19 બનાવ બન્યા હતા. જેમાં કુલ 408 આરોપીઓની ધરપકડ કરાઇ હતી જ્યારે 23 ફરાર છે અને 18ને હાઇકોર્ટે સ્ટે આપ્યો છે.

આ પણ વાંચોઃ હરેન પંડ્યા હત્યાકેસ: દોષિતો જેલમાં, અસગર અલીને ગુજરાત લવાશે

જો જિલ્લા પ્રમાણે આંકડા જોઈએ તો અમદાવાદ સિટીમાં 15, રાજકોટ સિટીમાં 5, સુરતમાં 9, વડોદરા સિટીમાં 1, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 1, ખેડા જિલ્લામાં 2, આણંદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 3, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં 2-2, બનાસકાંઠા, કચ્છ, અમરેલી ડાંગ અને પશ્ચિમ રેલવેની હદમાં 1-1 ઘટનાઓ સામે આવી છે. તો પંચમહાલમાં 7, ગીર સોમનાથમાં પાંચ, ભાવનગરમાં 4, પાટણમાં 3 દાહોદમાં ચાર તથા અન્ય જિલ્લામાં પણ આ ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. જે 23 આરોપી પકડવાના બાકી છે તેમાં અમદાવાદ શહેરના જ 11 અને પાટણના પાંચ આરોપી પકડવાના બાકી છે.

Crime News gujarat news