રાજીવ સાતવનું નિવેદન,'2 મહિનામાં ગુજરાતના મુખ્યમંત્રી બદલાશે'

16 April, 2019 04:48 PM IST  |  મહેસાણા

રાજીવ સાતવનું નિવેદન,'2 મહિનામાં ગુજરાતના મુખ્યમંત્રી બદલાશે'

મુખ્યમંત્રી વિજય રૂપાણી (File Photo)

કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવે આપેલા નિવેદનને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે બે જ મહિનામાં રાજ્યના સીએમ બદલાશે. કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર દરમિયાન રાજીવ સાતવે મહેસાણાની વિસનગર દૂધ ઉત્પાદક સભામાં હાજરી આપી હતી. આ દરમિયાન જ રાજીવ સાતવે સીએમ બદલવાનું નિવેદન આપ્યું.

રાજીવ સાતવે નિવેદન આપતા કહ્યું કે,'આખા ગુજરાતમાં ખેડૂત દુ:ખી છે. યુવાઓ પરેશાન છે. ખેડૂતોના દેવા માફી માટે જે કામ થવું જોઈએ તે ભાજપા સરકાર કર્યું નથી. કોંગ્રેસને જે રીતે દૂધસાગર ડેરીનું સમર્થન મળ્યું છે તેવું સમર્થન દરેક જિલ્લામાંથી મળી રહ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણી ફક્ત ટ્રેલર હતું. 2019માં અમે આખું પિક્ચર બતાવીશું'

રાજીવ સાતવનું નિવેદન

ન્યૂઝ18 ગુજરાતીની રિપોર્ટ પ્રમાણે રાજીવ સાતવે સીએમ બદલાવાનું નિવેદન વિજય રૂપાણીના એક નિવેદન પર આપ્યું હતું. મુસ્લિમ સમાજ કોંગ્રેસ તરફી હોવાના વિજય રૂપાણીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા સાતવે કહ્યું,'વિજયભાઈ રૂપાણી ફક્ત બે મહિના માટે જ ગુજરાતના મુખ્યમંત્રી છે, બે મહિના બાદ તેઓ મુખ્યમંત્રી નહીં રહે.'

આ પણ વંચોઃ રાજ્યના વાતાવરણમાં પલટો, જુઓ મોસમના બદલાયેલા મિજાજની તસવીરો

વિજય રૂપાણીનો પલટવાર

તો બીજી તરફ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ રાજીવન સાતવના નિવેદન પર પલટવાર કર્યો છે. સૂત્રાપાડામાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા સીએમ વિજય રૂપાણીએ સાતવના નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું કે લાગે છે કે રાજીવ સાતવ ભાજપમાં આવવાના છે. સાતવના નિવેદનના જવાબમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા વિજય રૂપાણીએ કહ્યું કે 2 મહિના પછી રાહુલ ગાંધીની કારકિર્દી જ સમાપ્ત થઈ જશે.

Vijay Rupani Gujarat BJP Gujarat Congress Election 2019