ગુજરાત ભાજપ રાજ્યમાં બનાવાશે નવા 50 લાખ સભ્યો

30 July, 2019 06:43 PM IST  |  અમદાવાદ

ગુજરાત ભાજપ રાજ્યમાં બનાવાશે નવા 50 લાખ સભ્યો

ભાજપનું સદસ્યતા અભિયાન પૂરજોશમાં ચલાવી રહ્યું છે. વિશ્વના સૌથી મોટા પક્ષ બનેલા ભાજપે પોતાના સભ્યો વધારવા માટે સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે. ભાજપે પોતાના કુલ 11 કરોડ સભ્યોની સંખ્યા વધારવા માટે વધુ સભ્યો બનવવા પગલાં લેવાની શરૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે ભાજપનો આગામી ટાર્ગેટ પશ્ચિમ બંગાળ કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓરિસ્સા અને તેલંગાણામાં સત્તા મેળવવાનો છે. ત્યારે આ રાજ્યોમાં ચૂંટણી પહેલા ભાજપ પોતાની તાકાત વધારવા ઈચ્છી રહી છે.

ગુજરાતમાં ભાજપનું સદસ્યતા અભિયાન સફળ થઈ રહ્યું છે. ભાજપ પાસે ગુજરાતમાં 50 લાખ નવા સભ્યો બનાવવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. સાથ આયે દેશ બચાયેના સ્લોગન સાથે ભાજપે ગુજરાતમાં નવા સભ્યો બનાવવાની શરૂઆત કરી છે. આમ તો ભાજપની સ્થાપના થઇ ત્યારથી દર 3 વર્ષે સદસ્યતા અભિયાન કરવામાં આવે છે. જો કે ટેક્નોલોજીના સમયમાં અને ખાસ કરીને 2015માં જ્યારથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કર્યું હતું. જેને લીધે ભાજપ દેશભરમાં 11 કરોડથી વધુ સભ્યો સાથે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની. ત્યારે 6 જુલાઇથી શરૂ થયેલા આ અભિયાનમાં અત્યાર સુધી ગુજરાતમાં ભાજપે 18 લાખ વધુ સદસ્યો નોંધ્યા છે. હવે અભિયાન પૂર્ણ થાય ત્યાં સુધીમાં પ્રદેશ ભાજપ પાસે 50 લાખ નવા સદસ્યો હશે એવો ભાજપને વિશ્વાસ છે.

પ્રદેશ ભાજપે 11 ઓગસ્ટ પહેલા 50 લાખ નવા સભ્યો બનાવવાનું નક્કી કર્યું છે. ત્યારે ભાજપના નેતાઓ જુદા જુદા ક્ષેત્રના લોકો સાથે બેઠક કરી રહ્યા છે. હાલના સદસ્યતા ફોર્મ ભરવામા કેટલીક મુશ્કેલીઓ પણ આવી રહી છે તેને પણ દૂર કરવાનો પક્ષ તરફથી પ્રયત્ન થઇ રહ્યો છે. મહત્વનું છે કે, ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ ગુજરાત મુલાકાત દરમ્યાન ધારાસભ્યોને સદસ્યતા અભિયાનમાં સક્રિય થવા અને સૌથી નબળા બૂથમા સદસ્યતા વધારવા ટકોર કરવામા આવી હતી ત્યાર બાદ અભિયાનમાં સતત વેગ આવ્યો છે.

Gujarat BJP news