માહી વૉટર ગેટ રિસૉર્ટ વિદ્યાર્થી મોતઃ મૅનેજર-ડ્રાઇવરની ધરપકડ

24 December, 2019 09:06 AM IST  |  Vadodara

માહી વૉટર ગેટ રિસૉર્ટ વિદ્યાર્થી મોતઃ મૅનેજર-ડ્રાઇવરની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

પાદરાના મુજપુર માહી વૉટર ગેટ રિસૉર્ટમાં ૨૦ ડિસેમ્બર, શુક્રવારે અમદાવાદની દીવાન બલ્લુભાઈ પ્રાથમિક શાળાના ધોરણ ૮ના વિદ્યાર્થી જિમિલ ગોપાલભાઈ કવૈયાનું બસ રાઇડમાંથી માથું બહાર કાઢતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલામાં માહી વૉટર ગેટ રિસૉર્ટના મૅનેજર પીયૂષ વસોયા અને મિની બસના ડ્રાઇવર પ્રકાશ પરમારની પાદરા પોલીસે ધરપકડ કરી છે. જ્યારે રિસૉર્ટના સંચાલક શૈલેશ શાહની ધરપકડનાં ચક્રો ગતિમાન કરતાં તે ભૂગર્ભમાં ઊતરી ગયા છે. પાદરા પોલીસના જણાવ્યા પ્રમાણે માહી રિસૉર્ટના માલ‌િક શૈલેશ શાહ સ‌િગ્મા ઇન્સ્ટિટ્યૂટના ચૅરમૅન હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : રાજ્યમાં સિંહ-દીપડાની સંખ્યામાં વધારો પાંચ વર્ષમાં 23 હજારથી વધુ પશુધનનું મારણ

ફોર-વ્હીલર ગાડીને આરટીઓની પૂર્વમંજૂરી વગર ગેરકાયદેસર રીતે મૉડિફાઇડ કરીને બે માળની મિનીબસ બનાવી રિસૉર્ટમાં ફેરવતા હતા. આમાં કોઈ સેફ્ટીનાં સાધનો પણ નહોતાં. આ ઉપરાંત મળતી માહિતી પ્રમાણે મિની બસ ચલાવનાર ડ્રાઇવર પાસે કોઈ પણ પ્રકારનું ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં હોવાનું પણ બહાર આવ્યું છે.

gujarat vadodara