પાટણ: પીવાના પાણીના પ્રશ્ને પાટણના અછતગ્રસ્ત વિસ્તારોમાંથી સ્થળાંતર

08 May, 2019 07:55 AM IST  |  પાટણ | (જી.એન.એસ.)

પાટણ: પીવાના પાણીના પ્રશ્ને પાટણના અછતગ્રસ્ત વિસ્તારોમાંથી સ્થળાંતર

પ્રતીકાત્મક તસવીર

પાટણ જિલ્લાના અનેક વિસ્તારોમાં પીવાના પાણી સહિતની અનેક સમસ્યાઅો અંગે છેલ્લાં ૨૫ વર્ષમાં કોઈ જ પગલાં લેવાયાં ન હોવાનો ભૂતપૂર્વ સંસદસભ્ય અને તાજેતરની લોકસભાની બેઠક પરથી ઉમેદવારી કરનારા કૉન્ગ્રેસના જગદીશભાઈ ઠાકોરે હાલાકીને કારણે અનેક પરિવારો સ્થળાંતર કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આજે તેમણે ૪ તાલુકાની મુલાકાત લઈને પ્રશ્નો સાંભળ્યા હતા.

જગદીશ ઠાકોરે કહ્યુંકે ‘આ વિસ્તારના ધારાસભ્ય અને કઙ્ખબિનેટ પ્રધાન દિલીપ ઠાકોર છેલ્લાં ૨૫ વર્ષથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે છતાં કોઈ જ પ્રશ્ન ઉકેલાયો નથી. સમી પંથકનાં ગામડાંઅોમા પીવાના પાણીની વિકટ સમસ્યા છે અને ગ્રામજનો વીરડો ગાળી પાણી પીએ છે જે શરમજનક છે. આ વિસ્તારમાં સમીના સિંગોતરિયામાં તો નાની બાળાઓ પીવાના પાણી માટે કેવું જાખમ લે છે એ તો વહીવટી તંત્ર અને રાજકારણીઓ તથા સમાજ માટે વિકાસના દાવાઓનો છેદ ઉડાડે છે. સમીના રવદ ગામની વ્યથા એવી છે કે અહીં માલધારીઓ માટે પશુ અને તેમના પરિવારો માટે જીવન જીવવું દોહ્યલુ બન્યું છે. આ ગામ તેમ જ આજુબાજુના વિસ્તારોમાં પશુઓ માટે સરકાર દ્વારા ઘાસવિતરણ નહીં કરાતાં પરિવારો સ્થળાંતર કરી રહ્યા છે.

આ પણ વાંચો : ગીરના સાવજોની ગર્જના હવે UPમાં સાંભળવા મળશે, સ્થળાંતરને મળી મંજૂરી

કલેક્ટર તેમ જ અધિકારીઓએ છેલ્લા બે દિવસથી પાટણ જિલ્લાના સાંતલપુર-રાધનપુર, સમી જેવા વિસ્તારોમાં મીટિંગનો દોર શરૂ કર્યો છે. નોડલ અધિકારીઓ નીમ્યા છે, પરંતુ ખાટલે મોટી ખોડ કહીએ તો રાજ્ય સરકાર પાસે નથી ઘાસ કે નથી પાણી ત્યારે આવી કવાયતનો અર્થ શું? એવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો છે.

gujarat