બિહાર, ઝારખંડ, કેરળમાં પૂર સુરતની કાપડ માર્કેટમાં મંદીનો માહોલ

21 August, 2019 09:06 AM IST  |  સુરત

બિહાર, ઝારખંડ, કેરળમાં પૂર સુરતની કાપડ માર્કેટમાં મંદીનો માહોલ

સુરતનું કાપડ માર્કેટ

બિહાર, ઝારખંડ, કેરળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ સહિત આશરે દેશનો અડધો ભાગ ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયો છે. એક તરફ જ્યાં માનવીનું જીવન અસ્તવ્યસ્ત થયું છે ત્યારે આવનાર તહેવારોની સીઝનને પણ માઠી અસર પડી છે જેને કારણે સુરતની કાપડ માર્કેટ પર પણ એની સીધી અસર જોવા મળી રહી છે. સુરતની કાપડ બજાર સાથે સંકળાયેલા વેપારીઓને પણ અલગ-અલગ રાજ્યોમાં પૂરની અસર દેખાઈ રહી છે.

હાલ ટેક્સટાઇલ ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. વેપારીઓને આશા હતી કે આવનાર તહેવારોની સીઝનમાં તેઓ વેપાર કરી આ મંદીમાંથી બહાર આવશે, પરંતુ ભારે પૂરની પરિસ્થિતિના કારણે અન્ય રાજ્યોમાં સમયસર કાપડ પહોંચી શક્યું નહીં, જેના કારણે આશરે ૩૦૦ કરોડના વેપાર પર સીધી અસર થઈ છે. સીઝનમાં ૩૦૦ ટ્રકો ભરીને રોજ કાપડ અન્ય રાજ્યોમાં પહોંચાડતી હતી, આજે માંડ ૧૦૦ ટ્રકો પણ જઈ રહી નથી.

આ પણ વાંચો : સુરત ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી મરવા પડી છે

ગણેશ ઉત્સવ અને ૧૧ સપ્ટેમ્બરના ઓનમના પર્વને લઈ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને ખૂબ જ આશા હતી, પરંતુ આ રાજ્યોમાં પૂરની સ્થિતિના કારણે વેપાર ઠપ થઈ ગયો છે. અત્યાર સુધી માત્ર ૨૫ ટકા કાપડ આ રાજ્યોમાં પહોંચાડી શકાયું છે. જે કપડાંની ડિલિવરી સુરતથી નીકળી છે એ પણ પૂરની પરિસ્થિતિને કારણે રસ્તામાં અટવાઈ ગઈ છે.

surat gujarat