80 ફુટ ઊંચા ટાવર પર માનસિક બીમાર યુવક ચડી ગયો, ફાયર વિભાગે નીચે ઉતાર્યો

16 December, 2019 10:46 AM IST  |  Surat

80 ફુટ ઊંચા ટાવર પર માનસિક બીમાર યુવક ચડી ગયો, ફાયર વિભાગે નીચે ઉતાર્યો

પ્રતીકાત્મક તસવીર

સુરત શહેરના ચોકબજાર તરફના કોઝવે પાસે સવારે ૮૦ ફુટના મોબાઈલ ટાવર પર માનસિક બીમાર યુવક ચડી જતાં હાઈ વોલ્ટેજ ડ્રામાં સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને યુવકને સહીસલામત નીચે ઉતારી સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડ્યો હતો.

આ અંગે મળેલી વિગત મુજબ ચોકબજાર તરફ કોઝવે પાસે રહેતો ૩૨ વર્ષીય માનસિક બીમાર યુવાન સવારે ઘર પાસે ૮૦ ફુટ ઊંચા મોબાઇલ ટાવરની ટોચ પર ચઢી ગયો હતો તેને જોઈને ત્યાં રહેતા અને ત્યાંથી પસાર થતા લોકો ચોંકી ઉઠ્યા હતા અને ત્યાં મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. આ અંગે ફાયર બ્રિગેડ અને પોલીસ જવાનોને જાણ થતાં તરત જ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા ત્યારે તે નીચે કૂદવાની કોશિશ કરતો હતો તેને જોઈને ફાયર જવાન સહિત વ્યક્તિઓના જીવ તાળવે ચોંટી ગયા હતા તેથી તરત જ ફાયર જવાનો નેટ ખોલીને ઊભા રહ્યા હતા અને તેને નીચે નહીં પડવા માટે સમજાવતા હતા.

આ પણ વાંચો : વાહનમાલિકોએ પસંદગીનો નંબર મેળવવા અધધધ... 300 કરોડથી વધુ ચૂકવ્યા

દરમ્યાન ફાયર જવાનો અને ફાયર ઑફિસરો રેસ્ક્યુ કરી હાઇડ્રોલિક પ્લૅટફૉર્મની મદદથી ૮૦ ફુટની ઊંચાઈ પર ગયા હતા અને ફાયર જવાનોએ તેને વાતચીતમાં સમજાવીને પકડી પાડ્યો હતો અને તેને હાઇડ્રોલિક કેજમાં બેસાડીને સહીસલામત નીચે લાવ્યા હતા.

surat gujarat