14 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર બાપને ફાંસીની સજા

11 January, 2020 09:44 AM IST  |  Surat

14 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર બાપને ફાંસીની સજા

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં કૂદકેનેભૂસકે બાળકીઓ અને મહિલાઓ પર બળાત્કારના કેસો વધતા જાય છે, ત્યારે સુરતની એક ઘટનાએ તમામનું ધ્યાન ખેચ્યું છે. આ ઘટનામાં ૧૪ વર્ષની દીકરીને ગર્ભવતી બનાવી મોતને ઘાટ ઉતારનાર પિતાને સેશન્સ કોર્ટમાં ફાંસીની સજા સંભળાવી છે, આ સાથે જ સમાજમાં એક દાખલો બેસાડે તેવી આ ઘટના કહી શકાય તેમ છે.

સુરતના ડુમસ રોડ પર ગત ૩૦-૬-૨૦૧૭ના રોજ અવાવરુ જગ્યાએથી ૧૪ વર્ષીય કિશોરીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ ઘટનામાં પોલીસે તપાસ કરતાં પોલીસે મૃતક કિશોરીના પિતા કસૂરવાર સાબિત થયા હતા. પિતાએ પોતાની જ ગર્ભવતિ દીકરીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો : મોડાસા દુષ્કર્મ કેસ : દીકરીની અંતિમવિધિના બીજા દિવસે ન્યાયની માગ સાથે રૅલી

બાદમાં ડીએનએ ટેસ્ટમાં બાળકી સાથે પિતાએ જ ૬ મહિના સુધી શારીરિક શોષણ કરીને ગર્ભવતિ બનાવ્યાનું સામે આવતાં પોસ્કો અને દુષ્કર્મની કલમ ઉમેરાઈ હતી. સમગ્ર કેસ સેશન્સ કોર્ટમાં ચાલતાં એપીપી દિંગત તેવરેની દલીલો અને પુરાવાના આધારે સેશન્સન જજે આરોપી પિતાને ફાંસીની સજા સંભળાવી હતી.

surat gujarat Crime News