બે માથાં સાથે જન્મેલી બાળકીની સુરત સિવિલ હૉસ્પિટલમાં થઈ સફળ સર્જરી

17 October, 2019 09:41 AM IST  |  સુરત

બે માથાં સાથે જન્મેલી બાળકીની સુરત સિવિલ હૉસ્પિટલમાં થઈ સફળ સર્જરી

પ્રતીકાત્મક તસવીર

સુરત સિવિલ હૉસ્પિટલમાં બે માથાંવાળી બાળકીની સર્જરી કરી એક માથાને છૂટું કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં બે માથાં સાથે જન્મ લેનાર બાળકી પર સફળ સર્જરી કરવામાં આવી છે અને બાળકીને હાલ એનઆઇસીયુમાં દાખલ કરવામાં આવ્યું છે.

યુપીના અયોધ્યા ખાતે સંતોષીકુમારી મિશ્રા રહે છે. સંતોષીકુમારીએ ૨૭-૯-૨૦૧૯ના બે માથાંવાળી બાળકીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ લખનઉ સિવિલ હૉસ્પિટલમાં બાળકીને રિફર કરાઈ હતી. જોકે ડૉક્ટરોએ બે માથાંની બાળકીની સર્જરી કરવાની ના પાડી દેતાં મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. આથી સુરત રહેતા દિયર પ્રતાપ નારાયણ મિશ્રાની મદદ મગાઈ હતી. પ્રતાપે બાળકી સાથે ભાઈ-ભાભીને સુરત બોલાવ્યાં હતાં. ત્યાર બાદ પાંચ ઑક્ટોબરે સુરત સિવિલ હૉસ્પિટલમાં સર્જ્યન ડૉ. જિગરનો સંપર્ક કરી બાળકીને દાખલ કરી હતી.

સુરત સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોએ ૧ ટકાના જોખમ પર ઑપરેશન કરવાનું નક્કી કર્યું હતું. મંગળવારે ડૉક્ટરોએ બે માથાંવાળી બાળકીની સર્જરી કરી એક માથું છૂટું કર્યું હતું. ૪-૫ કલાક સર્જરી ચાલી હતી. સુરત સિવિલ હૉસ્પિટલના ઇતિહાસમાં પ્રથમ સર્જરી કરવામાં આવી હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : ધોરણ 10 બોર્ડની પરીક્ષા 80 ગુણની રહેશે, આંતરિક મૂલ્યાંકનના વીસ ગુણ સ્કૂલ આપશે

હાલ ૩.૫ કિલોની બાળકીને એનઆઇસીયુમાં દાખલ કરવામાં આવી છે. સર્જરી કરનાર ડૉક્ટરોએ જણાવ્યું હતું કે ખાનગી હૉસ્પિટલમાં આવી સર્જરીમાં ૪-૫ લાખનો ખર્ચ થાય છે. એમાં પણ બાળકના જીવનું જોખમ હોય છે અને બાળકના બચવાનો ચાન્સ ૧ ટકા જ હોય છે.

surat gujarat