નર્મદા ડૅમ 132.61 મીટરની સપાટીએ પહોંચ્યો

19 August, 2019 08:32 AM IST  |  નર્મદા

નર્મદા ડૅમ 132.61 મીટરની સપાટીએ પહોંચ્યો

નર્મદા ડૅમ

નર્મદા ડૅમના ઉપરવાસમાં આવેલા મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડૅમનાં ટર્બાઇન શરૂ કરવાતાં એમાંથી ૧.૭૯ લાખ ક્યુસેક પાણીનો આવરો થઈ રહ્યો છે જેને પગલે ડૅમની સપાટી એના રૂલ લેવલ ૧૩૧ મીટરથી વધીને અત્યાર સુધીની સૌથી વધુ ૧૩૨.૬૧ મીટરે પહોંચી છે, જેના પગલે એનસીએ દ્વારા ડૅમના ૯ દરવાજા ખોલી ૧.૨૧ ક્યુસેક પાણી છોડવામાં આવતાં હાલમાં કેવડિયા નજીકનો ગોરા બ્ર‌િજ પાણીમાં ગરકાવ થયો છે.

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં વરસાદ અને મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડૅમનાં ટર્બાઇનો દ્વારા પાણી છોડતાં નર્મદા બંધમાં ૧,૭૯,૮૯૨ ક્યુસેક પાણીની અવાક થઈ રહી છે, જેને પગલે નર્મદા બંધની જળસપાટી ૧૩૨.૬૧ મીટર થઈ છે. નર્મદા બંધના ૯ ગેટ ખોલવામાં આવ્યા છે અને ૧,૨૧,૪૦૦ ક્યુસેક પાણી ગેટમાંથી છોડવામાં અવી રહ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં હળવા ઝાપટાની આગાહી

નર્મદા બંધનાં ટર્બાઇન સહ‌િત નર્મદા નદીમાં હાલ ૧,૭૯,૬૬૪ ક્યુસેક પાણી છોડવામાં આવતાં નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને એને પગલે ગોરા ખાતે આવેલો બ્રિજ ડૂબી ગયો છે. ગોરા બ્રિજ ઉપરથી ૩ મીટર પાણી વહી રહ્યું છે. ગોરા બ્રિજ ડૂબી જતાં હાલ અવરજવર બંધ થઈ ગઈ છે.

gujarat Gujarat Rains