હેલ્મેટ = તપેલી

17 September, 2019 08:23 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

હેલ્મેટ = તપેલી

હેલ્મેટ એટલે તપેલી

ગઈ કાલથી ગુજરાતમાં નવા મોટર વેહિકલ ઍક્ટનો કડક અમલ શરૂ થયો, પણ રવિવારથી જ સૌકોઈ હેલ્મેટની તજવીજમાં લાગી ગયા હતા. જોકે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક વિડિયોમાં એક શખસ બાઇક પર હેલ્મેટને બદલે તપેલી પહેરીને પસાર થતો જોવા મળ્યો. આ વિડિયો તેણે નહીં, બાજુમાં ચાલતી બાઇકના સવારે ઉતાર્યો છે. રાજકોટના કાલાવાડ રોડથી મહિલા કૉલેજ ચોક સુધી પસાર થતી બાઇક પર બેઠેલો તે શખસ તપેલી પહેરીને કેમ પસાર થયો અને તપેલીનો અર્થ હેલ્મેટ નથી થતો એ સમજાવવા માટે રાજકોટ ટ્રાફિક પોલીસ તપેલી પહેરીને બાઇક ચલાવતા એ શખસને શોધી રહી છે. રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગરવાલે કહ્યું હતું કે ‘હેલ્મેટ અને તપેલી એક નથી. તપેલી પહેરવી એ ગુનો છે અને એમાં ઊલટું જીવનું જોખમ વધારે રહે છે. કોઈ એ વિડિયો જોઈને ખોટો ઉપદેશ ન લઈ લે એવા હેતુથી પણ એ વિડિયો વાઇરલ ન કરવો એવી હું બધાને ઍડ્વાઇઝ કરું છું.’

આ પણ જુઓ : પીએમ નરેન્દ્ર મોદી: પેનથી કપડા સુધી આ બ્રાન્ડ્સની વસ્તુ વાપરે છે

તપેલી પહેરીને બાઇક ચલાવતા શખસની બાઇકના નંબર પરથી હવે તેનું ઍડ્રેસ કાઢીને પોલીસ તેના ઘરે જશે અને તેની અટકાયત કરશે.

rajkot gujarat Rashmin Shah