ગુજરાત પોલીસ 18 કેસ માટે રવિ પૂજારીને માગશે

03 February, 2019 09:09 AM IST  | 

ગુજરાત પોલીસ 18 કેસ માટે રવિ પૂજારીને માગશે

અન્ડરવર્લ્ડ ગૅન્ગસ્ટર રવિ પૂજારી

અન્ડરવર્લ્ડ ગૅન્ગસ્ટર રવિ પૂજારીની અરેસ્ટ પછી હવે તેનો કબજો લેવા માટે દરેક સ્ટેટે તૈયારીઓ કરી છે એવા સમયે ગુજરાત પોલીસે પણ રવિ પૂજારીનો કબજો માગવાની તૈયારી કરી છે. રવિ પૂજારી પર ગુજરાતમાંથી ૧૮ કેસ થયા છે. આ ઉપરાંત અનેક કેસ એવા છે જેના માટે ફરિયાદ નોંધાવવામાં આવી નથી. રવિ પૂજારી વિરુદ્ધ નોંધાયેલા ચર્ચાસ્પદ ગુનામાં ખંડણીના કેસ વધારે છે. રવિ પૂજારીએ કૉંગ્રેસના અગ્રણી શક્તિસિંહ ગોહિલ પાસે, અમૂલના મૅનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢી પાસે, સુરતની પલ્લવી બ્રૅન્ડની સાડીના માલિક મનોજ અગ્રવાલ પાસે ખંડણી માગી હતી તો કૉંગ્રેસના જ અમિત ચાવડા અને અપક્ષ વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણીને પણ ધમકી આપી હતી.

રવિ પૂજારી સામે થયેલા તમામ ૧૮ કેસોની વિગત ગઈ કાલે એકઠી કરવામાં આવી હતી અને એ તમામ વિગતો કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયને મોકલવામાં આવી હતી.

આ પણ વાંચો : રાજકોટઃ કોંગ્રેસ નેતા અશોક ડાંગર અને કલેક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલી

ગુજરાત આવ્યા પછી રવિ પૂજારી પોતાના બીજા ગુનાઓ પણ કબૂલ કરે અને તેણે ઉઘરાવેલી પણ પોલીસમાં રજિસ્ટર ન થયેલી ખંડણીના કેસો પણ સામે આવે એવી પૂરી શક્યતા ગુજરાત પોલીસ જોઈ રહી છે.

ravi pujari gujarat