સ્ટૅચ્યુ ઑફ યુનિટી પાસેના સફારી પાર્કમાં બે કાળાં હરણ ને જિરાફનાં મોત

26 November, 2019 10:27 AM IST  |  Narmada

સ્ટૅચ્યુ ઑફ યુનિટી પાસેના સફારી પાર્કમાં બે કાળાં હરણ ને જિરાફનાં મોત

સ્ટૅચ્યુ ઑફ યુનિટી

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટીના પરિસર પાસે આવેલા જંગલ સફારી પાર્ક માટે વિદેશથી લાવવામાં આવેલાં પ્રાણીઓનાં મોતથી હાહાકાર મચી ગયો છે. 

કેન્દ્રીય પર્યાવણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયની ઝૂ ઑથોરિટીને અજય દુબે નામના વાઇલ્ડલાઇફ ઍક્ટિવિસ્ટે ફરિયાદ કરી હતી કે ગુજરાતના ભરુચ જિલ્લાના કેવડિયા કૉલોનીમાં સ્થિત સરકાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની શોભા વધારવા માટે સરકારે કેવડિયા કૉલોનીમાં વિશ્વસ્તરીય ઝૂ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ ઝૂનું ઉદ્ઘાટન થવાનું બાકી છે. અહીં ૧૭ દેશોમાંથી પ્રાણીઓ લાવવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : નિત્યાનંદ આશ્રમ વિવાદ : નિત્યાનંદિતાને શોધવા ઇન્ટરપોલની મદદ લેવાશે

આ પાર્ક માટે વિદેશથી લાવવામાં આવેલાં બે કાળાં હરણ અને જિરાફનાં શંકાસ્પદ રીતે મોત થયાં છે. કેન્દ્રની ઝૂ ઑથોરિટીએ આની નોંધ લેતાં ગુજરાત સરકારને તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. ગુજરાત સરકારના ચીફ વાઇલ્ડલાઇફ વૉર્ડને તપાસ શરૂ કરી છે.

gujarat statue of unity