13 દિવસથી ઓવરફ્લો આજવા સરોવર, વિશ્વામિત્રીની સપાટી 15 ફીટે પહોંચી

14 August, 2019 09:05 AM IST  |  વડોદરા

13 દિવસથી ઓવરફ્લો આજવા સરોવર, વિશ્વામિત્રીની સપાટી 15 ફીટે પહોંચી

વરસાદ

વડોદરામાં ૩૧ જુલાઈએ ૧૮ ઇંચ વરસાદ ખાબકતાં વિશ્વામિત્રીની સપાટી ઝડપભેર વધવાની સાથે ૨૮ ફીટ સુધી પહોંચી હતી. એ સાથે ઉપરવાસમાં વરસાદથી આજવા સરોવરની સપાટી પણ ૨૧૨ ફીટ થઈ ગઈ હતી, જેથી આજવા સરોવર ઓવરફ્લો થતાં એનું પાણી વિશ્વામિત્રીમાં આવતાં વડોદરામાં પૂર આવ્યું હતું.

આજવા સરોવર છેલ્લા ત્રણ દિવસથી ઓવરફ્લો થઈ રહ્યું છે. હજી ઓવરફલો ચાલુ રહેશે. પ્રથમ તબક્કાના ૨૧૨ને ૫૦ ફીટ સપાટી થયા બાદ આજવાના ૬૨ દરવાજામાંથી ઓવરફ્લો શરૂ થયો હતો કેમ કે આજવાના ૬૨ દરવાજા ૨૧૧ ફીટના લેવલે ફિક્સ કરેલા છે. હવે સપાટી જ્યાં સુધી ૨૧૧ ફીટ નહીં થાય ત્યાં સુધી ઓવરફ્લો ચાલુ રહેશે.

આ પણ વાંચો : ડાયમંડ ક્ષેત્રે સહકાર માટે સીએમ રૂપાણીએ યાકુટિયાના ગવર્નર સાથે કરાર કર્યા

હાલમાં આજવા સરોવર લેવલ ૨૧૧ઃ૪૫ ફીટ છે. પહેલી વખત પૂર આવ્યું એ પછી પાણી ઘટતાં આજવા સરોવરનું લેવલ ૨૧૧ઃ૩૦ ફીટ થયું હતું અને વિશ્વામિત્રીની સપાટી આઠ ફીટ થઈ હતી, પરંતુ તારીખ ૯થી શરૂ થયેલા વરસાદના બીજા રાઉન્ડમાં વિશ્વામિત્રીનું અને આજવાનું લેવલ ખૂબ વધી ગયું હતું. એમાં આજવા સરોવર તો ૨૧૩ને ૧૦ ફીટે પહોંચી ગયું હતું અને વિશ્વામિત્રીનું લેવલ ૩૦ ને ૫૦ ફીટ થયું હતું. જોકે એમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં વિશ્વામિત્રીની સપાટી ૧૫ ફીટે પહોંચી હતી.

vadodara Gujarat Rains gujarat