ગુજરાત: સુરત મેટ્રો માટેનાં ચક્રો ગતિમાન

08 November, 2019 09:01 AM IST  |  Surat | Tejas Modi

ગુજરાત: સુરત મેટ્રો માટેનાં ચક્રો ગતિમાન

સુરત મેટ્રો

ફ્રાન્સની ADF અને જર્મીનીની KFW સંસ્થા દુનિયાભરના સરકારી અને બિનસરકારી પ્રોજેક્ટોને પ્રાઇવેટ ફાઇનૅન્સ પૂરું પાડે છે. આ સંસ્થાએ સુરત શહેરના અતિ મહત્ત્વાકાંક્ષી એવા ૧૨ હજાર કરોડના મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે આર્થિક રસ દાખવ્યો હતો. ત્યારે આજે કેડબલ્યુએફની છ સભ્યની ટીમ સુરત આવી છે. સુરતના મેટ્રો રેલ પ્રોજેકટ અંગે પાલિકા કમિશનર તથા મેટ્રો રેલ કૉર્પોરેશનના અધિકારીઓ સાથે ટીમ ચર્ચા કરી હતી. ફ્રાન્સની કેએફફડબલ્યુ એ ૧૨ હજાર કરોડના મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ૨ હજાર કરોડનું ફંડિંગ પૂરું પાડવાની તૈયારી બતાવી હતી. આજની બેઠક પહેલાં ટીમે મેટ્રો રેલ પ્રોજેક્ટની સાઇટની વિઝિટ લીધી અને કઈ રીતે પ્રોજેક્ટ સાકાર થશે એની માહિતી મેળવી હતી. બેઠકમાં કઈ રીતે આર્થિક સહયોગ કરવામાં આવશે સાથે જ એને લઈને વ્યાજ સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ આશા વ્યક્ત કરી હતી કે બન્ને સંસ્થાઓ રોકાણ માટે સંમત થઈ જશે.

બે ફેઝમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે હાલ ટોપોગ્રાફિકલ સર્વે, સોઇલ ઇન્વેસ્ટિગેશન સર્વે, એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ સ્ટડી સર્વે તથા સોશ્યલ ઇમ્પૅક્ટ સ્ટડી, હાઉસ હોલ્ડ સર્વે, ટ્રાફિક કાઉન્ટ, ઓરિજિન ડેસ્ટિનેશન સર્વેની કામગીરી પણ કરવામાં આવી હતી. મેટ્રોના બે કૉરિડોર પૈકી કૉરિડોર-1ની કુલ લંબાઈ ૨૧.૬૧ કિમી છે. આ કૉરિડોરમાં ૧૫.૧૪ કિલોમીટરના મેટ્રો ટ્રૅક એલિવેટેડ હશે, જ્યારે ૬.૪૭ કિલોમીટરનો ટ્રૅક અન્ડરગ્રાઉન્ડ હશે. આ કૉરિડોરમાં ૨૦ સ્ટેશન પૈકી ૧૪ એલિવેટેડ જ્યારે ૬ અન્ડરગ્રાઉન્ડ હશે.

આ પણ વાંચો : વડનગરના તાનારીરી મહોત્સવમાં એક જ દિવસમાં બની શકે આટલા વિશ્વ વિક્રમ!

તમામ સ્ટેશન એલિવેટેડ રહેશે

પહેલો કૉરિડોર સરથાણા-વરાછાથી શરૂ થઈને નાના વરાછા, રેલવે-સ્ટેશન, ચોક, મજુરાગેટ, ભટાર ચાર રસ્તા, સરથાણા એક્ઝિબિશન સેન્ટર, ખજોદ ચાર રસ્તાથી ડ્રીમસિટી સુધી રહેશે. આ કૉરિડોરમાં ૨૦ સ્ટેશન પૈકી ૧૪ એલિવેટેડ જ્યારે ૬ અન્ડરગ્રાઉન્ડ હશે જ્યારે કૉરિડોર-૨ ભેંસાણથી સારોલીનો હશે જેમાં ૧૮ સ્ટેશન આવશે જે તમામ એલિવેટેડ રહેશે. આ કૉરિડોરમાં ભેસાણથી શરૂ થઈને ઉગત, મધુવન સર્કલ, અડાજણ, મજુરાગેટ, કમેલા દરવાજા, પરવટ પાટિયાથી સારોલી સુધી જશે.

surat gujarat