આજથી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી

23 December, 2019 10:20 AM IST  |  Gandhinagar

આજથી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી

પ્રતીકાત્મક તસવીર

વરસાદ ગુજરાતનો પીછો નથી છોડી રહ્યો. કમોસમી વરસાદે ખેડૂતોની પરેશાનીમાં વધારો કરી મૂક્યો છે. વરસાદ બાદ તીડ
પડ્યાં છે ત્યારે વળી કમોસમી વરસાદને પગલે ઊભો મોલ બગડવાની આશંકા સેવાઈ રહી છે. આગામી બે દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : પોરબંદર નજીક દરિયામાં બોટમાં કાણું પડતાં છ માછીમારોને કોસ્ટગાર્ડે બચાવ્યા

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત આગાહી કરવામાં આવી છે. શિયાળાની ઋતુમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા છે.
૨૩ અને ૨૪ ડિસેમ્બરે રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. ઘઉં, રાયડો, વરિયાળી, જીરું, કપાસનો ઊભો પાક બગડશે. વળી તુવેર અને ચણા, મગના પાકને પણ નુકસાન પહોંચશે.

gujarat Gujarat Rains gandhinagar