ગુજરાતનું સ્ટેચ્યુ ઑફ યુનિટી લંડનમાં પ્રતિષ્ઠિત અવૉર્ડ મેળવવાની રેસમાં

05 August, 2019 08:49 AM IST  |  ગાંધીનગર

ગુજરાતનું સ્ટેચ્યુ ઑફ યુનિટી લંડનમાં પ્રતિષ્ઠિત અવૉર્ડ મેળવવાની રેસમાં

સ્ટેચ્યુ ઑફ યુનિટી

ગુજરાતના કેવડિયામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જે સ્ટેચ્યુ ઑફ યુનિટી તરીકે જાણીતી છે તેને યુએસ સ્થિત એક સંસ્થાએ ‘ધ સ્ટ્રક્ચરલ અવોર્ડ-૨૦૧૯’ માટે શોર્ટલિસ્ટ કર્યું છે. યુએસ સ્થિત ઈન્સ્ટિટ્યુશન ઑફ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ દ્વારા સ્ટેચ્યુ ઑફ યુનિટીને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : રાજકોટ: પાણી ભરાવાને લીધે ડાયગ્નોસ્ટિક સેન્ટર બંધ કરવાની ફરજ પડી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૮૨ મીટર ઊંચાઈ ધરાવતા આ સ્ટેચ્યુનું ૩૧ ઑક્ટોબર ૨૦૧૮ના ઉદ્ઘાટન કર્યું હતું. સંસ્થાએ વિશ્વના ૪૯ બાંધકામોને શોર્ટલિસ્ટ કર્યાં છે તે પૈકી સ્ટેચ્યુ ઑફ યુનિટી પણ એક છે. ૧૫ નવેમ્બરના લંડન ખાતે અવોર્ડ સમારંભમાં વિજેતાની જાહેરાત કરવામાં આવશે.

gujarat statue of unity gandhinagar