સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં રશિયામાં ડાયમન્ડ સેક્ટર સેમિનાર યોજાયો

13 August, 2019 08:24 AM IST  |  ગાંધીનગર

સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં રશિયામાં ડાયમન્ડ સેક્ટર સેમિનાર યોજાયો

વિજય રૂપાણી

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રશિયાના પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ ૧૧થી ૧૪ ઑગસ્ટ દરમિયાન ૪૦ જેટલા અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે રશિયાના પ્રવાસે છે. તેમની સાથે મહારાષ્ટ્ર, હરિયાણા તથા ઉત્તર પ્રદેશ અને ગોવાના મુખ્ય પ્રધાન પણ જોડાયા છે.

રશિયામાં સીએમ રૂપાણી રશિયન ઉદ્યોગકારો સાથે મૂડીરોકાણ સાથે ચર્ચા કરશે. ડાયમન્ડ અને ગૅસ ટિમ્બરના ઉદ્યોગપતિઓ પણ તેમની સાથે જોડાયા છે. સીએમ રૂપાણી સાથે ૪૦ જેટલા ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ પણ રશિયાના પ્રવાસે છે. રશિયાના ચાર દિવસીય પ્રવાસ બાદ ૧૪ ઑગસ્ટે વહેલી સવારે તેઓ રશિયાથી પરત ફરશે. તેમની સાથે રાજ્યના અગ્ર સચિવ મનોજ દાસ, આઇએએસ અધિકારીઓમાં મમતા વર્મા, રાજકુમાર બેનિવાલ જોડાયા છે.

આ પણ વાંચો : પૂરની પરિસ્થિતિમાં અદ્ભુત કામ કરનાર પોલીસ-કર્મચારીઓનું સન્માન કરશે ગુજરાત

તેમની સાથે હીરા ઉદ્યોગ, ગૅસ, ટિમ્બર ઉદ્યોગના પ્રતિનિધિઓ પણ જોડાયા છે. રશિયાના વ્લાડિવોસ્ટોક ખાતે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં આયોજિત ડાયમન્ડ સેક્ટર માટેના સેમિનારમાં ગુજરાત અને રશિયાના બિઝનેસ ડેલિગેશન સાથે ડાયમન્ડ કટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં રહેલી તકો વિશે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

gujarat gandhinagar Vijay Rupani