સીએમ રૂપાણી સહિત ગુજરાતવાસીઓએ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી

09 August, 2019 11:35 AM IST  |  ગાંધીનગર

સીએમ રૂપાણી સહિત ગુજરાતવાસીઓએ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી

વિજય રૂપાણી

ભારતનાં પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું નિધન થયું ત્યારે દેશ-વિદેશના અનેક મોટા નેતાઓ સહિત અનેક અગ્રણી લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી. એક સરળ વ્યક્તિત્વ અને એક મજબૂત નેતાએ વિદાય લઈ લેતાં લોકો અત્યારે શોકમગ્ન છે. ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી સહિતના નેતાઓએ સુષ્મા સ્વરાજના નિધન બાદ શોક વ્યક્ત કરતાં શ્રદ્ધાંજલિ આપી.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પૂર્વ વિદેશ પ્રધાન અને બીજેપીનાં વરિષ્ઠ મહિલા અગ્રણી સ્વ. સુષ્મા સ્વરાજને ભાવસભર શ્રદ્ધાંજલિ આપતાં તેમની સાથેના રાજ્ય સભાકાળનાં સંસ્મરણો તાજાં કર્યાં હતાં. વિજય રૂપાણીએ સદ્દ્ગત સુષ્મા સ્વરાજના અવસાનથી દેશની રાજનીતિમાં એક વિરલ પ્રતિભાની ખોટ પડી છે એમ કહ્યું હતું.

આ પણ વાંચો : યુવતીને હેરાન કરતા યુવાનને અર્ધનગ્ન કરીને માર માર્યો, વીડિયો વાઇરલ

તો પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું નિધન રાષ્ટ્ર અને સમસ્ત બીજેપી માટે અપૂર્ણીય ક્ષતિ્ છે. તેમના પ્રામાણિક નેતૃત્વમાં કામ કરવાની તક મળી છે. તેઓ અમારા જેવા કરોડો કાર્યકર્તાઓના આદર્શ હતા. તેમના પરિજનો પ્રત્યે મારી સંવેદનાઓ છે અને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.

Vijay Rupani sushma swaraj gujarat gandhinagar