યુવતીને હેરાન કરતા યુવાનને અર્ધનગ્ન કરીને માર માર્યો, વીડિયો વાઇરલ

Published: Aug 08, 2019, 08:17 IST | સાબરકાંઠા

સાબરકાંઠાના વડાલીના યુવાન પર અત્યાચારનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સાબરકાંઠાના વડાલીના યુવાન પર અત્યાચારનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. યુવકના પરિવારે વડાલી પોલીસ સ્ટેશનમાં
આ અંગે ફરિયાદ કરી છે. એમાં જણાવવામાં આવ્યું છે કે આ યુવાનનું અપહરણ કરીને અવાવરું જગ્યામાં લઈ જઈને માર મારવામાં આવ્યો હતો. તેને જાતિવાચક શબ્દોથી પણ હેરાન કરવામાં આવ્યો હતો.

આ મામલે મળતી માહિતી પ્રમાણે વડાલીના યુવાનને અન્ય જાતિ ના થોડા લોકો ભેગા થઈને ઉપાડી ગયા હતા. તેને એક જગ્યા પર લઈ જઈ પહેલાં માર મારવામાં આવ્યો હતો. અર્ધનગ્ન હાલતમાં આ યુવકને જાતિવાચક શબ્દો પણ કહ્યા હતા. આ યુવકને ટોળાએ ગંદાં વાસણમાં પાણી પીવાની પણ ફરજ પાડી હતી. આ યુવકને થોડાં વાક્યો બોલાવીને તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ઉત્તર ગુજરાતનાં 400 તળાવોમાં નર્મદાનાં પાણીથી છલકાવી દેવાશે : નીતિન પટેલ

આ વીડિયોમાં લોકો યુવકને બોલાવે છે કે હવે તે કોઈ છોકરી પર બળજબરી નહીં કરે, તે કોઈની છેડતી નહીં કરે. આ યુવક એ બધું જ બોલે છે જે આ લાકો તેની પાસે બોલાવે છે. તે એ પણ સ્વીકારે છે કે તેણે એક યુવતીને હેરાન કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK