વરઘોડાના વિરોધ મામલે મેવાણીની ચક્કાજામની ચીમકી, 18મીએ દલિત સંમેલન

15 May, 2019 11:58 AM IST  |  મોડાસા | (જી.એન.એસ.)

વરઘોડાના વિરોધ મામલે મેવાણીની ચક્કાજામની ચીમકી, 18મીએ દલિત સંમેલન

વરઘોડાના વિરોધ મામલે મેવાણીની ચક્કાજામ

મોડાસાના ખંભીસર, પ્રાતિજના સીતવાડા અને કડીના લહોર ગામે દલિતોના વરઘોડાનો થઈ રહેલો વિરોધ તેમ જ બહિષ્કારને લઈ દલિત નેતા તથા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. આ દરમ્યાન મેવાણીએ કહ્યું કે ‘આ ઘટનાઓ ગુજરાત માટે શરમજનક છે. આ પ્રકારની ઘટનાઓ બનવા છતાં મુખ્ય પ્રધાન દલિતોના મિત્ર બન્યા નથી. મુખ્ય પ્રધાને કોઈ અપીલ પણ કરી નથી. વરઘોડાની ઘટનાઓ બની ત્યાર બાદ એક પણ પ્રધાન, મુખ્ય પ્રધાન, ગૃહપ્રધાન અને ડીજીપીએ ગામની મુલાકાત પણ લીધી નથી.

આ પણ વાંચો : વિપક્ષ ખાતર, પાણી મુદ્દે વિધાનસભામાં રૂપાણી સરકારને ઘેરશે

ડીવાયએસપી ફાલ્ગુની પટેલ સામે ઍટ્રોસિટી અને આઇપીસી મુજબ ગુનો દાખલ કરો તેમ જ ફાલ્ગુની પટેલને સસ્પેન્ડ કયાર઼્ નથી. ડીવાયએસપી સામે ફરિયાદ માટે ખંભીસર ગામના લોકો પોલીસ સ્ટેશન અને એસપી ઑફિસના ધક્કા ખાય છે. આ માટે અમે સુપ્રીમ સુધી લડી લઈશું અને ચક્કાજામ કરવા પડે તો એ પણ કરીશું. ૧૮ અને ૨૨મીએ સાણંદના નાની દેવતી ગામ અને કડીના ગામે દલિત સંમેલન યોજવામાં આવશે.’

gujarat